Gujarat માં તાપમાનમાં ફેરફાર નોંધાયો, લઘુત્તમ તાપમાન ઘટતા સવારે ઠંડીનો અનુભવ
અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે સોમવારે અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ પારો ગગડતા રાત્રે અને સવારે ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તામપાન ગાંધીનગરમાં 18 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી રાજકોટમાં નોંધાયું હતું. અમદાવાદમાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જેના લીધે રાત્રે થોડી ઠંડી અનુભવાઈ રહી છે. જોકે બપોરના સમયે હજી પણ ગરમી સહન કરવી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર હજી પણ આગામી 15મી નવેમ્બર સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલા પોર્ટમાં 37 ડિગ્રી નોંધાયું
સોમવારે રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલા પોર્ટમાં 37 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી, ભુજમાં 37 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી,અમદાવાદમાં 36 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી, પોરબંદરમાં 36 ડિગ્રી, વેરાવળમાં 36 ડિગ્રી, સુરતમાં 35 ડિગ્રી, અમરેલીમાં 35 ડિગ્રી, કેશોદમાં 35 ડિગ્રી, ભાવનગરમાં 35 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી, નલિયામાં 34 ડિગ્રી, મહુવામાં 35 ડિગ્રી, દ્વારકામાં 33 ડિગ્રી, ઓખામાં 33 ડિગ્રી જેટલુ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરમાં સૌથી ઓછું 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન
રાજ્યના ગાંધીનગરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયુ હતુ.આ ઉપરાંત અમરેલીમાં 18 ડિગ્રી, મહુવામાં 19 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી નલિયામાં 19 ડિગ્રી, કેશોદમાં 19 ડિગ્રી, ડીસામાં 20 ડિગ્રી, રાજકોટમાં 20 ડિગ્રી, અમદાવાદમાં 20 ડિગ્રી, પોરબંદરમાં 20 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 21 ડિગ્રી, ભાવનગરમાં 21 ડિગ્રી, સુરતમાં 22 ડિગ્રી, ભુજમાં 22 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 22 ડિગ્રી, વેરાવળમાં 23 ડિગ્રી, દ્વારકામાં 24 ડિગ્રી, કંડલા પોર્ટમાં 25 અને ઓખામાં 26 ડિગ્રી જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.