ઇન્ટરનેશનલ

ટ્રમ્પને મળી ગયો તેમનો અજીત ડોભાલ, માઈક વોલ્ટ્ઝ બન્યા NSA

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતાની સાથે જ તેમનો અજીત ડોભાલ શોધી કાઢ્યો છે. તેમણે નિવૃત્ત આર્મી નેશનલ ગાર્ડ ઓફિસર અને ઈન્ડિયા કોકસના વડા માઈક વોલ્ટ્ઝને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. વોલ્ટ્ઝ પૂર્વ-મધ્ય ફ્લોરિડાના ત્રણ-સમયના રિપબ્લિકન કોંગ્રેસમેન છે. માઈક ચીનના મોટા ટીકાકાર છે. આનાથી ડ્રેગનનું ટેન્શન વધી શકે છે. ટ્રમ્પના વફાદાર વોલ્ટ્ઝે નેશનલ ગાર્ડમાં કર્નલ તરીકે પણ સેવા આપી છે. ભારત અને અમેરિકાના સંબંધોમાં વોલ્ટ્ઝે મહત્વની ભૂમિકા ભજવી છે.


Also read: કેનેડામાં હિંદુઓ સુરક્ષિત નથી! ખાલિસ્તાનીઓની ધમકી બાદ મંદિરમાં આયોજિત કાર્યક્રમ રદ


યુએસ સેનેટમાં ઈન્ડિયા કોકસના વડા વોલ્ટ્ઝ અમેરિકા માટે મજબૂત સંરક્ષણ વ્યૂહરચનાની હિમાયત કરે છે. તે દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ટ્રમ્પના વચનોના મજબૂત સમર્થક છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં માઈક વોલ્ટ્ઝ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માઈક વોલ્ટ્ઝે 2023 માં તેમની યુએસ મુલાકાત દરમિયાન કેપિટોલ હિલ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ભાષણને ગોઠવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સંરક્ષણ અને સુરક્ષા અંગેના વોલ્ટ્ઝના વિચારો ઘણી વખત ટ્રમ્પની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ સાથે સુસંગત થતા હોય છે. વોલ્ટ્ઝ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને હટાવવાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સરકારના નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે. તેમની સંભવિત નિમણૂકથી અમેરિકાના ચીન પ્રત્યેના વલણમાં મોટો ફેરફાર થઈ શકે છે. અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)ની પોસ્ટ માટે સેનેટની મંજૂરીની જરૂર નથી. આ પદ નોંધપાત્ર મહત્વ ધરાવે છે.


Also read: Mauritius ના નવા પ્રધાનમંત્રી બનશે ડૉ.નવીન રામગુલામ, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી


વોલ્ટ્ઝને યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાથી લઈને ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના વધતા જોડાણ સાથે વ્યવહાર કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા નિર્ણયો લેવા માટે સ્વતંત્રતા આપવામાં આવશે. ભારતીય અમેરિકનોમાં ખાસ્સા લોકપ્રિય માઈકને લશ્કરી બાબતોનો બહોળો અનુભવ છે. તેઓ વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયા છે અને ફ્લોરિડા ગાર્ડમાં જોડાતા પહેલા તેમણે ચાર વર્ષ આર્મીમાં સેવા આપી છે. તેઓ અફઘાનિસ્તાન, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં યુદ્ધના મોરચે પણ ગયા છે. તેમણે પેન્ટાગોનમાં નીતિ સલાહકાર તરીકે પણ સેવા આપી છે.

જોકે, ટ્રમ્પે 2016 માં તેમના પ્રથમ કાર્યકાળમાં ચાર NSA બદલ્યા હતા, જેમાં પ્રથમ NSA માત્ર 22 દિવસ માટે જ પદ પર રહી શક્યા હતા. લેફ્ટનન્ટ જનરલ એચ.આર. મેકમાસ્ટર અને જ્હોન બોલ્ટન સહિતના બાકીના સલાહકારોને કેટલાક નીતિ વિષયક મુદ્દાઓ પર મતભેદોને કારણે ટ્રમ્પ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના છેલ્લા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, રોબર્ટ ઓ’બ્રાયન, 6 જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રોગચાળા અને કેપિટોલ હિલ પરના રમખાણો દરમિયાન આ પદ સંભાળતા હતા.


Also read: ઓફીસ સંભાળતા પહેલા ટ્રમ્પ એક્શનમાં; પુતિનને ફોન કરી યુક્રેન યુદ્ધ અંગે આ ચર્ચા કરી


માઇકની વિદેશ નીતિ પર સારી પકડ છે. ચીનનો મુકાબલો કરવા માટે તેઓ ભારત સાથે મજબૂત સંબંધ બનાવવા પર ભાર આપી રહ્યા છે. દરેક મોરચે તેોૌ ભારત-અમેરિકા ગઠબંધનને આગળ વધારવાની હિમાયત કરે છે. માઇકનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચે દરેક ક્ષેત્રે અને ખાસ કરીને સંરક્ષમ ક્ષેત્રે સહયોગ વધુ વધવો જોઇએ.
NSAના પદ પર માઇકની નિયુક્તિ ભારત માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker