મોર્નિંગ વોક કરતા સમયે આટલું રાખજો ધ્યાન: નહિતર ફાયદાને બદલે થશે નુકસાન!
હાલ ધીમે ધીમે શિયાળાની ઋતુએ દસ્તક દીધી છે અને લોકો ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક કરવા જતાં હોય છે. ત્યારે મોર્નિંગ વોક સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખે છે. વૉકિંગને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવાથી તમારા સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. સાથે જ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. જોકે વૉકિંગના આ બધા ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તમે તમારી મોર્નિંગ વૉક યોગ્ય રીતે કરો. તેથી, જ્યારે પણ તમે બહાર વોક કરવા જાવ, તો અહીં જણાવેલી ભૂલો ક્યારેય ન કરતાં.
ચાલતી વખતે રાખો આટલું ધ્યાન:
ચાલતી વખતે તમારા શરીરને ક્યારેય નીચેની તરફ ન વાળો. આ કારણે શરીર તણાવમાં આવે છે અને સંતુલન ખોરવાય છે. કેટલાક લોકો ચાલતી વખતે હાથને હવામાં આગળ પાછળ સ્વિંગ કરતાં નથી, જ્યારે આ દરમિયાન હાથને સ્વિંગ કરવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી બાબત છે. તેનાથી ચાલવાની ક્ષમતા સુધરે છે અને શરીરનું સંતુલન પણ જળવાઈ રહે છે.
પાણીની માત્રા પણ ઓછી રાખવી:
વળી જો તમે ચાલવા માટે જઈ રહ્યા છો, તો વધુ પડતું પાણી ન પીવો. આ સિવાય ચાલવા માટે યોગ્ય અને વોકિંગ માટેના સ્પોર્ટ્સ શૂઝ પસંદ કરો. કારણ કે ખોટા શૂઝ પહેરીને ચાલવાથી પગમાં દુખાવો થઈ શકે છે.
મોબાઈલનો ઉપયોગ ટાળવો:
કેટલાક લોકો વોકિંગ કરતી વખતે નીચું જોતાં રાખતા હોય છે અથવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રહે છે. આવી સ્થિતિમાં ચાલવાથી થનાર ફેડ કરતાં નુકસાન થઈ શકે છે. તો હવેથી બહાર ફરવા જતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો.
નોંધ: અહી આપવામાં આવેલી ટિપ્સ એક સૂચન છે, કોઈપણ ટિપ્સને અપનાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.