વાવ: આગામી 13મી તારીખના વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે હવે તેના માટેનો પ્રચાર અંતિમ ચરણમાં છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. વાવ વિધાનસભા બેઠક પરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે કારણ કે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. બુધવારે મતદાન હોવાથી આજ સોમવારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે.
કોણ છે ઉમેદવાર:
લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી છે. જ્યારથી આ બેઠક પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ગુજરાતના રાજકારણમાં નિતનવા ફૂલ ખિલવ્યા છે, ત્યારે વાવ પેટા ચૂંટણીને લઈને આજે પ્રચાર પડઘમ આજે શાંત થઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રિપાંખીયો જંગ આ આ બેઠક પર જામવાનો છે. આ બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને, ભાજપે સ્વરૂપજી ઠાકોર અને ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે.
ડોર ટુ ડોર પ્રચાર કરશે:
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી લગતી તમામતૈયારીઓન આખરી આપ આપવામાં આવ્યો છે. આ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓએ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 13મી નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચાર પ્રસારના પડધમ શાંત થઇ ગયા છે. જોકે તે બાદ આ ચૂંટણીમાં જોડાયેલા 10 ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે.
માવજી પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ:
ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલે તો ભાજપ પ્રદેશ અધ્યક્ષની સામે જ વિરોધનો સૂર પોકારી દીધી છે. તેમણે કહ્યું હતું કે આપણે ભાજપનો નહિ પણ પાટિલનો પાવર ઉતારવાનો છે. જો કે તેની સામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા માવજીભાઈ ચતરાભાઈ પટેલ સહિત લાલજીભાઈ હમીરભાઈ ચૌધરી, દેવજીભાઈ પ્રેમાભાઈ પટેલ, દલરામભાઈ નાગજીભાઈ પટેલ તથા જામાભાઈ ભુરાભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેશી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
3.10 લાખ મતદારો કરશે ઉમેદવારોના ભાવિનો ફેંસલો:
આગામી 13 તારીખના વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જે માટે 321 જેટલા પોલિંગ સ્ટેશનો છે. આગામી 13મી નવેમ્બર 2024 ના રોજ 3,10,681 જેટલા મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને દસ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.