આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌર હેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૧૨-૧૧-૨૦૨૪ પ્રબોધિની એકાદશી (બિલ્વ પત્ર), દેવ ઊઠી એકાદશી, પંઢરપુર યાત્રા
ભારતીય દિનાંક ૨૧, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૧૧
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૩૦ મો અનેરાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૧મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૦૭-૫૧ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૦ સુધી, પછી રેવતી. ચંદ્ર મીનમાં.ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૪૫ અમદાવાદ ક. ૦૬ મિ. ૫૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૮-૨૫, રાત્રે ક. ૨૧-૩૨,ઓટ: બપોરે ક. ૧૫-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૯ (તા.૧૩). વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ-એકાદશી. પ્રબોધિની એકાદશી (બિલ્વ પત્ર), દેવ ઊઠી એકાદશી, પંઢરપુર યાત્રા, પંચક , વિષ્ણુ પ્રબોધન ઉત્સવ, વિષ્ટિ ક. ૧૬-૦૫ સુધી, સિધ્ધિ યોગ. શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શુભ દિવસ. મુહૂર્ત વિશેષ: આજે શનિ, મંગળ ગ્રહ દેવતાનું પૂજન, ધ્રૂવ દેવતાનું પૂજન, અહિરબુધ્ન્ય દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી ગણેશ, વિષ્ણુ-લક્ષ્મી પૂજન, તુલસી પૂજન, વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન. મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બગીચો બનાવવો, પ્રયાણ મધ્યમ, દુકાન વેપાર , દસ્તાવેજ, ઘર, ખેતર, જમીન, ખેતીવાડીનાં નિત્ય થતાં કામકાજ. પર્વ નિમિત્તે નવા વસ્ત્રો આભૂષણ પહેરવાં. સીમંત સંસ્કાર. બી વાવવું, ખેતીવાડી જેવા ખેતીવાડીનાં કામકાજ. દેવી ઊઠી એકાદશી સંક્ષપ્તિ મહિમા: “ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજસુખ પામીએ, મારે એકાદશીનું વ્રત સારૂં છે. એ તો પ્રાણજીવન પ્યારું છે, એ તો વ્રજમાં લઇ જનારું છે… ધન્ય એકાદશી નામે આ ભજન ભક્તોનાં ગુંજે છે. શૈવ અને વૈષ્ણવ સર્વ સનાતની માટેનો ભગવદ્પ્રાપ્તિનો આ પાવન પર્વ, ઉત્સવ અને ધાર્મિક મહિમાવંત તહેવાર પણ છે. આજની એકાદશી તુલસી એકાદશી નામે પણ પ્રચલિત છે. તુલસીનો છોડ આયુર્વેદ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ મહિમા ધરાવે છે. શાસ્ત્રોમાં તુલસીને વિષ્ણુ પ્રિયા એમ માનવામાં આવે છેે. આચમન: ચંદ્ર-નેપ્ચૂન યુતિ ધનસંપત્તિનું સુખ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ વ્યવહારુપણાનો અભાવ ચંદ્ર-મંગળ ત્રિકોણ સકારાત્મક સ્વભાવ, ચંદ્ર-રાહુ યુતિ વિચારોમાં તટસ્થતાંનો અભાવ, શનિ-બુધ ચતુષ્કોણ:ભાષા ઉપરના પ્રભુત્વનો અભાવ. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન યુતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-રાહુ યુતિ, શનિ-બુધ ચતુષ્કોણ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.બુધ જ્યેષ્ઠા નક્ષત્ર પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-ધનુ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.