Viral Video: આ ભાઈએ તો ભારે કરી, કુંભકર્ણને પણ ટક્કર મારીને…
સોશિયલ મીડિયા પર દરરોજ જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે અને એમાંથી અનેક વીડિયો જોઈને તો તમારા મગજની નસો ખૂલી જાય તો અનેક વખત આ વીડિયો જોઈને લોકોની ટેલેન્ટ, કળા ઊભરીને સામે આવે છે. આજે અમે અહીં આવા જ એક વાઈરલ વીડિયોની માહિતી લઈને આવ્યા છીએ. આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે ભાઈસાબ આ ભાઈ તો ભારે કરી… ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં-
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની કેપ્શનમાં જે લખવામાં આવ્યું છે જે વાંચીને તમે પણ તમારું માથું પકડી લેશો. કેપ્શનમાં લખવામાં કે કોઈ યુવક ગામની નદીમાં ન્હાવા પડ્યો હતો અને ન્હાતા ન્હાતા જ તેને ઊંઘ આવી ગઈ હતી અને તે લાંબા સમય સુધી આ જ રીતે નદીમાં ઊંઘતો પડી રહ્યો હતો. આ જોઈને કોઈએ ગામમાં જઈને એવી વાત ફેલાવી દીધી કે નદીમાં કોઈ યુવકનો મૃતદેહ તરી રહ્યો છે.
ગામમાં જેવી આ વાત ફેલાઈ એટલે અડધાથી વધુ ગામ નદી કિનારે ભેગુ થઈ ગયું હતું. ગામના જ કેટલાક સેવાભાવી લોકો નદીમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે નદીમાં ઉતર્યા. જેવા તેમણે નદીમાં તરી રહેલાં આ કથિત મૃતદેહને બહાર કાઢવા માટે આગળ વધ્યા ત્યારે ભાઈની આંખ ખૂલી. આસપાસનો નજારો જોઈને મૂંઝવણમાં મૂકાઈ જાય છે અને પછી નદીમાંથી બહાર નીકળીને ચાલવા લાગે છે. આ જોઈને ગામવાસીઓ ખુદ ચોંકી ઉઠે છે.
આ પણ વાંચો :ઓડિશા પોલીસની ક્રિએટીવિટી સોશિયલ મીડિયામાં થઈ વાયરલઃ ગુનેગારોના આવા ફોટા પોસ્ટ કર્યા
નેટિઝન્સને આ વીડિયો જોઈને ખૂબ જ મજા પડી ગઈ છે અને તેના પર જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકો વીડિયો એ મજેદાર કમેન્ટ્સ કરીને આ ભાઈની સરખામણી કુંભકર્ણ સાથે કરી નાખી હતી કે ભાઈ આ યુવકે તો કુંભકર્ણને પણ કડક ટક્કર મારી દીધી હતી. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ તો ઓસ્કાર વિનિંગ પર્ફોર્મન્સ છે. બીજા એક યુઝરે લખ્યું છે કે લોકો શાંતિથી સૂવા પણ નથી દેતા, નદીમાં જઈને સૂવા ગયો તો ત્યાં પણ શાંતિથી સૂવા નથી દેતાં.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે એની કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી. પરંતુ આ વીડિયો અત્યાર સુધીમાં 32.5 હજાર વખત જોવાઈ ક્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યાર જ જોઈ લો આ વીડિયો…