UPPSC Students Protest : ઉત્તર પ્રદેશમાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તારીખ મુદ્દે વિવાદ, વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડી સૂત્રોચ્ચાર કર્યા
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન ( UPPSC) દ્વારા યોજવામાં આવી રહેલી બે પરીક્ષાઓ અલગ તારીખે યોજવાના નિણર્યને પગલે વિવાદ સર્જાયો છે. જેમાં ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા PCS 2024(પ્રિલિમ્સ) અને RO અને ARO-2023 (પ્રિલિમ્સ) પરીક્ષાઓ બે અલગ-અલગ દિવસે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
જેના પગલે આજે યુપીપીએસસીના વિદ્યાર્થીઓએ પ્રયાગરાજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ યુપીપીએસસી ઓફિસની બહારના બેરિકેડ તોડી નાખી સૂત્રોચ્ચાર કર્યા હતા. યુપીપીએસસી અંગે રાજ્ય સરકારના નિર્ણય બાદ આજે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતાઓ પહેલાથી જ હતી. આથી વહીવટીતંત્રએ તૈયારીઓ કરી લીધી હતી. પ્રયાગરાજમાં સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :નાલાસોપારામાં હત્યાકેસનો ફરાર આરોપી 16 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી પકડાયો…
વિદ્યાર્થીઓની પોલીસ સાથે અથડામણ થઈ
યુપીપીએસસીની બહાર એકત્ર થયેલી વિદ્યાર્થીઓ કાબૂ બહાર થયા હતા અને સુરક્ષા બેરિકેડ્સને પણ તોડી નાખ્યા હતા. વિદ્યાર્થીઓ યુપીપીએસસીની ઓફિસની અંદર જવા માંગતા હતા. જેના કારણે વિદ્યાર્થીઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી.
યુપીપીએસસીના વિદ્યાર્થીઓની માંગણી ?
હાલ વિદ્યાર્થીઓ 7-8 ડિસેમ્બર અને 22-23 ડિસેમ્બરના રોજ પ્રી-પરીક્ષાઓ યોજવાનો અને નોર્મલાઇઝેશન લાગુ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે પરીક્ષાઓ એક જ દિવસમાં એક જ સમયે લેવામાં આવે.