ઓડિશા પોલીસની ક્રિએટીવિટી સોશિયલ મીડિયામાં થઈ વાયરલઃ ગુનેગારોના આવા ફોટા પોસ્ટ કર્યા
ભુવનેશ્વરઃ મુંબઈ, દિલ્હી, અમદાવાદ સહિતની ઘણી પોલીસ ટીમ સોશિયલ મીડિયા પર એક્ટિવ તો રહે છે, પરંતુ સાથે ક્રિએટિવિટી બતાવતી રહે છે. સાયબર ક્રાઈમ રિલેટેડ પોસ્ટ હોય કે પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ હોય પોલિસ ક્યારેક ફિલ્મો તો ક્યારેક ગીતોનો સહાર લઈ લોકો સામે પોતાની રજૂઆત કરે છે.
તાજતેરમાં સોશિયલ મીડિયા પર આવી જ એક ક્રિએટિવ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ ઓડિશાના બરહામપુર પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ થયેલી છે. પોલીસે ચાર ગુનેગારને પકડી તેમને ઊભા રાખ્યા છે અને તેમના ફોટા વાયરલ કર્યા છે, પરંતુ તેમના ચહેરા પર સેડ ઈમોજી ફિક્સ કરી દીધા છે.
Gopalpur Police team arrested four persons for assaulting father and son. pic.twitter.com/LiK5ys1WhM
— SP BERHAMPUR (@SP_BERHAMPUR) November 7, 2024
પોલીસે કેપ્શનમાં લખ્યું છે કે પોલીસે ગોપાલપુરમાં પિતા-પુત્ર પર હુમલો કરનારા ચાર શખ્શની ધરપકડ કરી. પોલીસની કેપ્શન તો સીધસાદી છે, પરંતુ ઈમોજી જોઈને લોકોને હસવું આવી જાય તેમ છે.
અગાઉ પણ પોલીસે કરેલી અલગ અલગ છાપેમારીના ગુનેગારોની પોસ્ટમાં પણ આરોપીઓના ચહેરા પર ઈમોજી ફિક્સ કરી દેવામાં આવી હતી.
યુઝર્સ આ માટે મિક્સ રિએક્શન આપી રહ્યા છે.