Surat એરપોર્ટ બન્યું દાણચોરીનું બીજું હબ, એક વર્ષમાં આટલા કરોડની દાણચોરી ઝડપાઇ
સુરત : ગુજરાતમાં અમદાવાદ બાદ હવે સુરત(Surat)પણ દાણચોરીનું બીજું મોટું હબ બની રહ્યું છે. જેમાં ડાયમંડ સિટી સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની ઘટના વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં 40.54 કરોડની દાણચોરી પકડવામાં આવી છે. જેમાં સૌથી વધુ રૂપિયા 30.16 કરોડના હીરા મળી આવ્યા હતા. આ ઉપરાંત દાણચોરો પાસેથી 8.42
કરોડની કિંમતનું સોનું તથા અન્ય દેશોની કરન્સી પણ કબજે કરવામાં આવી છે. આ દાણચોરોને ઝડપી લેવા માટે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સના ઓફિસરોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
સોનાને લિકવિડ ફોર્મમાં છુપાપવામાં આવ્યું
અમદાવાદ એરપોર્ટ બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું બીજુ હબ બની રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોનાની દાણચોરી તદ્દન નવી મોડેસ ઓપરેન્ડીંગ થીયરી અપનાવી રહ્યા છે જે કસ્ટમ્સ ઓફિસરોના ધ્યાન પર આવી છે. નવી મોડેસ ઓપરેન્ડીમાં દાણચોરો એરપોર્ટના કસ્ટમ્સના મેટલ ડિટેક્ટરમાં નહીં પકડાય તે માટે સોનાને લિકવિડ બનાવીને લાવે છે. સોનુ લિક્વિડમાં હોવાથી મેટલ ડિટેક્ટરમાં પકડાતું નથી.
શંકાસ્પદ પેસેન્જરો ઉપર વોચ
જેને કારણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમના ખાસ ટ્રેઇન્ડ ઓફિસરોને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ હવે શંકાસ્પદ પેસેન્જરો ઉપર વોચ રાખશે. જે પણ લોકો પહેલા ઝડપાયેલા છે, તેમના ફૂટેજ પણ ઓફિસરોને બતાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત પહેલા દાણચોરો કેવી રીતે સોનાની દાણચોરી કરતા હતા તે તમામ મોડેસ ઓપરેન્ડીની ડિટેલ પણ ઓફિસરોને આપવામાં આવી છે.
આ પણ વાંચો…..મોરબીને નવું વર્ષ ફળ્યું: સિરામિક ઉદ્યોગમાં તેજીનો સંચાર, આ ટાઈલ્સની ડીમાંડ વધી
અમદાવાદ એરપોર્ટ પરથી એક વર્ષમાં 100 કિલો સોનું ઝડપાયું
અમદાવાદના એસવીપીઆઇ એરપોર્ટ પર પાંચ વર્ષમાં 365 કિલો સોનું પકડાયું છે.છેલ્લા એકાદ વર્ષમાં 100 કિલો સોનું
પકડાયું હોવાના અહેવાલ મળ્યા છે. અમદાવાદનું એસવીપીઆઇ એરપોર્ટ સોનાની દાણચોરીમાં તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાની દાણચોરીમાં પહેલા નંબર પર છે.