મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Aishwarya Rai-Bachchan માટે Jaya Bachchanએ કહ્યું કે એ મારા માટે…

હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) બચ્ચન પરિવાર સાથેના પોતાના વિખવાદને કારણે લાઈમલાઈટમાં રહે છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે.

પરંતુ આ બધા વચ્ચે સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)એ વહુરાણી ઐશ્વર્યા માટે એવી વાત કહી હતી કે જે સાંભળીને કદાચ ઐશ્વર્યા રાય ખુદ ચોંકી ઉઠશે. આવો જોઈએ શું કહ્યું જયા બચ્ચને-

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અને છેલ્લાં કેટલાય સમયથી ડિવોર્સની અફવાઓને લઈને ચર્ચામાં છે અને આ બધા વચ્ચે જયા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જયા બચ્ચન વહુ ઐશ્વર્યા રાય માટે એવું કહી રહ્યા છે કે એ મારા માટે મારી વહુ જેવી નહીં પણ મિત્ર જેવી છે. જો મને એની કોઈ વાત નથી ગમતી તો હું એને એ વસ્તુ મોઢા પર કહી દઉં છું. એની પીઠ પાછળ પોલિટિક્સ કરવાની જરૂર નથી પડતી.

આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…

આગળ જયા બચ્ચને એવું પણ કહ્યું હતું કે જો એ પણ મારી કોઈ વાતથી અસહમત હોય છે તો તે પણ મને જણાવી દે છે અને મનમાં કંઈ નથી રાખતી. મારા અને એના વચ્ચેના એક જ ફરક વિશે વાત કરીએ તો તે એટલો જ છે કે હું થોડું વધારે ડ્રામેટિક થઈ શકું છું અને એને એણે મારા માટે થોડું વધારે સન્માન દેખાડવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયા બચ્ચનનો આ જૂનો ઈન્ટરવ્યુ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. આજે ભલે ઐશ્વર્યા રાય-બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે આજે સંબંધો વણસી ગયા હોય, પણ હંમેશાથી આવું નહોતું.

એક સમયે એવો પણ હતો કે જ્યારે બંને વચ્ચે ખૂબ જ મિઠાશભર્યા અને મા-દીકરી જેવા સંબંધો હતા. બંને જણ સતત એકબીજાની સાથે જોવા મળતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને આજે એવી પરિસ્થિતિ આવી ઊભી છે કે બંને જણ એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ નથી કરતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker