નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ભૂલથી પણ ગૂગલ પર આ 6 શબ્દો સર્ચ ના કરતા, નહીં તો બેંક ડીટેઇલ થઇ શકે છે લીક

મુંબઈ: ઈન્ટરનેટ યુગમાં સાયબર અટેક અને અનએથીકલ હેકિંગ ટેક કંપનીઓ, એજન્સીઓ અને સરકારો માટે મોટા પડકાર તરીકે ઉભરી આવ્યા છે. હેકર્સ સાયબર આટેક (Cyber attack) માટે નવા નવા રસ્તાઓ શોધી કાઢે છે. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સર્ચ એન્જિન પર અમુક ચોક્કસ શબ્દો સર્ચ કરતા યુઝર્સને હેકર્સ નિશાન બનાવી રહ્યા છે.

યુએસના એક પ્રમુખ અખબારના અહેવાલ મુજબ સાયબર સિક્યોરીટી કંપની SOPHOS દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણી અનુસાર, હેકર્સ હવે એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે, કે જેઓ તેમના કમ્પ્યુટર પર સર્ચ એન્જિનમાં અમુક ચોકસ શબ્દો ટાઇપ કરે છે. એડવાઈઝરીમાં, SOPHOS એ લોકોને વિનંતી કરી કે તેઓ તેમના સર્ચ એન્જિનમાં છ શબ્દો ટાઈપ ન કરે, કારણ કે તેને કારણે હેકર્સ તમારા ડિવાઈસને નિશાન બનાવી શકે છે.

અહેવાલ મુજબ, જે લોકોએ ગૂગલ પર “Are Bengal Cats legal in Australia?” સર્ચ કર્યા બાદ મળેલા રિઝલ્ટ્સની પહેલી લિંક પર ક્લિક કરી, તેમની વ્યક્તિગત માહિતી ઑનલાઇન પોસ્ટ કરી દેવામાં આવી હતી.

SOPHOS ચેતવણીમાં જણાવ્યું કે, “લોકોને ઘણીવાર એડવેર અથવા માર્કેટિંગ લિંક્સ પર ક્લિક કરવા માટે લલચાવવામાં આવે છે.”

ચેતવણીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હેકર્સ એ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે કે, જેઓ સર્ચમાં “ઓસ્ટ્રેલિયા” (Australia) શબ્દનો સમાવેશ કરે છે, જેનો અર્થ છે કે ઓસ્ટ્રેલિયાના લોકો માટે સાયબર હુમલાઓનું જોખમ વધુ છે.

SOPHOS એ જણાવ્યું કે યુઝર સર્ચ રીઝલ્ટમાં ટોચ પર દેખાતી અને કાયદેસર લાગતી લિંક પર ક્લિક કરે છે, ત્યાર બાદ તેમની અંગત માહિતી અને બેંક અકાઉન્ટની વિગતો Gootloader તરીકે ઓળખાતા પ્રોગ્રામ દ્વારા ચોરી લેવામાં આવે છે.

સાયબર સિક્યોરિટી કંપનીએ દાવો કર્યો હતો કે હેકર્સ હવે “SEO Poisoning” જેવી નવી યુક્તિનો ઉપયોગ કરીને લીગલ Google સર્ચમમાં ઘૂસણખોરી કરવા માટે પ્રોગ્રામ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker