Kolkata આરજી કર હોસ્પિટલ કેસની પીડિતાની પ્રતિમાની તોડફોડ
કોલકાતા: કોલકાતાની(Kolkata)મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રવિવારે આરજી કર હોસ્પિટલ રેપ અને મર્ડર કેસ પીડિતાની પ્રતિમાને તોડી પાડવામાં આવી છે. તેમજ તેના ટુકડા કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં જુનિયર ડોકટરો દ્વારા વિરોધના પ્રતીક અને ન્યાયની માંગણી માટે પીડિતાની બે પ્રતિમા એક ડોકટરના ગણવેશમાં અને બીજી સાડીમાં “દ્રોહો ગેલેરી” માં મૂકવામાં આવી હતી.
બાકીની પ્રતિમાને ગેલેરીમાંથી દૂર કરવામાં આવી
જેમાં મળતી માહિતી મુજબ ગેલેરીની મધ્યમાં મૂકેલી પ્રતિમા રવિવારે સવારે નીચે પડેલી મળી આવી હતી. તેમજ તેમને ખબર ન હતી કે આ પ્રતિમા પડી ગઇ છે કે પાડવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી અને પ્રતિમાના હિસ્સાને ગેલેરીમાંથી દૂર કરવામાં આવ્યો છે.
સરકાર ઘટનાની જવાબદારી લે અને તેમની માંગણીઓ સ્વીકારે
આ કેસના મુખ્ય આરોપી સંજય રોયની ટ્રાયલ આજે 11 નવેમ્બરથી શરૂ થવાની છે. જેમાં તેની સામે ભારતીય ન્યાયિક સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટના બાદથી જુનિયર ડોક્ટર્સ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ માંગ કરી છે કે આ કેસમાં ન્યાય આપવામાં આવે અને સરકાર આ ઘટનાની જવાબદારી લે અને તેમની માંગણીઓ સ્વીકારે.
ટીએમસીએ ડોકટરોના વિરોધની ટીકા કરી
તેમની માંગણીમાં મહિલા ડૉક્ટરની સુરક્ષા વધારવા કેટલાક અધિકારીઓને દૂર કરવા અને રાજ્યની હોસ્પિટલોના વાતાવરરણ તપાસનો સમાવેશ થાય છે. શાસક ટીએમસીએ ડોકટરોના વિરોધની ટીકા કરી છે. એવો આક્ષેપ કર્યો છે કે અન્ય રાજકીય પક્ષો પણ સામેલ છે. ડોકટરોએ હડતાળ પર જતાં પૂર્વે પોતાના વ્યવસાયને પ્રાથમિકતા આપવી જોઈએ.