Ahmedabad માં ઋતુજન્ય રોગચાળો વકર્યો, વાયરલ ઇન્ફેકશનના 13,000 કેસ
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)સહિત ગુજરાતમાં લોકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જેમાં વહેલી સવારે કે રાત્રે ઠંડીનો અનુભવ અને બપોરના સમયે ગરમી લાગે છે. ત્યારે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂ, ઝાડા-ઉલ્ટી, શરદી ઉદરસ અને ટાઇફોડના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે રોગચાળો કાબુમાં લેવા કામગીરી હાથ ધરી છે.
સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 13 હજારથી વધુ દર્દીઓને સારવાર
અમદાવાદ શહેરની સોલા સિવિલમાં છેલ્લે એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 117 શંકાસ્પદ કેસ આવ્યા છે, જે પૈકી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના 195 શંકાસ્પદમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે શરદી ખાંસી તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના 6,663 જેટલા દર્દી નોંધાયા છે. એક મહિના જેટલા અરસામાં સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 13 હજારથી વધુ દર્દીઓને સારવાર અપાઈ છે.
Also Read – Gujarat ના હવામાનમાં થયો બદલાવ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ
સ્વાઈન ફલૂના 133 શંકાસ્પદ કેસ
એક મહિનામાં વાયરલ હિપેટાઈટિસના 38 જેટલા કેસ આવ્યા છે, ગત સપ્તાહે જ 5 નવા કેસ આવ્યા હતા. જ્યારે ટાઈફોઈડના મહિનામાં 17 દર્દીને સારવાર અપાઈ છે, એ જ રીતે એક મહિનામાં એચ1એન1 (સ્વાઈન ફલૂ)ના 133 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ચિકન ગુનિયાના 164 શંકાસ્પદ દર્દી
છેલ્લા એક મહિનામાં ચિકન ગુનિયાના 164 શંકાસ્પદ દર્દી સારવાર માટે આવ્યા છે, જે પૈકી 26 દર્દીના રિપોર્ટ કન્ફર્મ થયા છે. શહેરમાં લોકો વાયરલ ઈન્ફેક્શન સહિતના રોગોની ઝપેટમાં આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય વિભાગે રોગચાળો કાબુમાં લેવા કામગીરી હાથ ધરી છે.