ઇન્ટરનેશનલ

શું તો હવે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડશે?


જેટલા મોંઢા એટલી વાતો થાય કે આ યુદ્ધ કેમ થયું પરંતુ આવા એક યુદ્ધની ભવિષ્યવાણઈ નાસ્ત્રેદમસ દ્વારા તેમના પુસ્તક લેસ પ્રોફેસીસમાં કરવામાં આવી હતી. ઇઝરાયેલે યુદ્ધની ઘોષણા કર્યા પછી ફ્રેન્ચ ફિલસૂફ નાસ્ત્રેદમસની એક ડરામણી ભવિષ્યવાણી કદાચ સાચી પડતી લાગી રહી છે. મિશેલ ડી નાસ્ત્રેદમસે કહ્યું હતું કે આ વર્ષ(2023માં) ‘મોટું યુદ્ધ’ થશે. નાસ્ત્રેદમસે છેલ્લા 100 વર્ષોમાં જર્મનીમાં એડોલ્ફ હિટલરના ઉદયથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની ગોળીબાર અને 2022માં અસ્તિત્વની કટોકટી સુધીની આવી ઘણી આગાહીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે.


વર્ષ 2023 નો ઉલ્લેખ કરતા નાસ્ત્રેદમસે 450 વર્ષ પહેલા તેમના પુસ્તકમાં લખ્યું હતું કે સાત મહિનાનું એક મોટું યુદ્ધ થશે, જેમાં લોકો તેમના ખરાબ કાર્યોને કારણે મૃત્યુ પામશે. 


ઈઝરાયેલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ આખરે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે. નેતન્યાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ. હમાસે તેલ અવીવ સહિત દેશભરના શહેરો અને નગરો પર 5,000 થી વધુ રોકેટ છોડ્યા ત્યારે જ આ જાહેરાત કરી હતી.


હાલની સ્થિતિ વિશે એમ કહી શકીય કે દેશભરમાં મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે જેરુસલેમ સહિત ઈઝરાયેલના તમામ મોટા શહેરોમાં ઈમરજન્સી સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયલ ઉપરાંત અમેરિકા અને કેનેડાએ પણ હમાસને આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું છે.

ઘણા એવા વિડીયો વાઇરલ થયા છે જેમાં બંદૂકધારીઓ સરહદ નજીક કૂદતા જોઈ શકાય છે. સરહદની આસપાસના વિસ્તારોમાં પોલીસ અને હમાસના સભ્યો વચ્ચે શેરી અથડામણ પણ ચાલુ છે. હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલી બર્બરતાની ઘણી તસવીરો સામે આવી છે, ત્યારે એમ થાય કે શું આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે?


ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેની આ મડાગાંઠ હજુ બીજુ શું શું બતાવશે? આનાથી વધારે કેટલી બર્બરતા હોઇ શકે છે? કેટલા જીવ ગયા? સમય આ બધા પ્રશ્નોના જવાબ આપશે, પરંતુ નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી આગાહીઓને નકારી શકાય નહીં કારણ કે તેના દ્વારા કહેવામાં આવેલી ઘણી બધી બાબતો પહેલાથી જ સાચી સાબિત થઈ ચૂકી છે. એકંદરે એમ કહી શકાય કે આવતીકાલે આપણે અન્ય દેશો પણ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના નામે એકબીજા સાથે લડતા જોઈશું તો આપણને જરાય નવાઈ લાગવી જોઈએ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button