Gujarat ના હવામાનમાં થયો બદલાવ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)નવેમ્બરના આજે 11 દિવસ બાદ હવામાનમાં બદલાવ થયો છે. જેમાં હાલ સવારે અને રાત્રે ઠંડક જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં રવિવારે રાજકોટ સૌથી વધુ ગરમ અને ચાર શહેરમાં લધુત્તમ તામમાન 19 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં હાલ શહેરીજનો બપોરે ગરમી તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. રવિવારે રાજ્યના 15 જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જેમાં રાજકોટમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 38 ડિગ્રી, અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે લઘુત્તમ 21 ડિગ્રી, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, નલિયામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું.
આ ઉપરાંત અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી, સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, લઘુત્તમ તાપામાન 22 ડિગ્રી તો કેશોદમાં મહત્તમ તાપમાન 36, લઘુત્તમ 19 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં મહુવા, કેશોદ, ગાંઘીનગર, વડોદરા ચાર શહેરોમાં લધુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયુ હતું.
Also Read – સેનેગલ, માલી અને ટોગો જેવી ગરમી પડી રહી છે ગુજરાતના આ ત્રણ શહેરોમાં,…
શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો
રાજ્યમાં આ ઋતુના કારણે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઇ રહ્યા છે. ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો મોડો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે.