ઉત્સવ

નવા વરસે ફાઈનાન્સિયલ સેકટરમાં ઝડપી વિકાસની આશા… 

આ નવું વરસ ઘણું નવું-નવું લઈને આવશે. વીતેલા વરસમાં સ્ટોકસ, ઈન્ડેકસ અને સોના-ચાંદી જેવાં સાધનોએ નવી ઊંચાઇઓ જોઈ, જોકે નવા વરસમાં આ ટ્રેન્ડ ચાલુ રહે તોપણ તેની ઝડપ વીતેલા વરસ જેવી નહીં રહે

ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા

 યુએસમાં ડોનલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતા ભારતીય માર્કેટમાં નવો કરન્ટ જોવા મળ્યો  છે. ટ્રમ્પની સત્તા પરની વાપસી ભારત-અમેરિકા સંબંધોને વધુ બહેતર બનાવે એવી આશા વધી છે. 

નવા વરસ માટે ભારતીય મૂડીબજારની વાત પર આવીએ તો આ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે, જેનો લેટેસ્ટ પુરાવો છે ઓકટોબર ૨૦૨૪. આ મહિનામાં ફોરેન ઈન્વેસ્ટર્સે રૂ. ૮૫૦૦૦ કરોડના સ્ટોકસનું વેચાણ કર્યું હતું અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ એની સામે રૂ. ૧ લાખ કરોડની ખરીદી કરી હતી. (નવેમ્બરના આરંભમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહયો હતો.) અર્થાત્, ફોરેન ઈન્વેસ્ટર્સના ભારતીય શૅરબજાર પર એકહથ્થુ રાજ કરવાના અને ૦વર્ચસ્વ ધરાવવાના દિવસો પૂરાં થયા. હવે સ્થાનિક રોકાણકારોનું મહત્ત્વ સતત વધી રહ્યું છે, જેમાં નાના-રિટેલ રોકાણકારોનો મોટેપાયે સમાવેશ થાય છે એ નોંધવું મહત્ત્વનું રહ્યું. એ ખરું કે વર્તમાન સમયમાં ફોરેન ઈન્વેસ્ટર્સની વેચવાલીએ બજારમાં જબ્બર મૂડીધોવાણ કરી નાંખ્યું છે. જોકે આના માટે અનેકવિધ ગ્લોબલ અને લોકલ પરિબળો જવાબદાર બન્યા છે, તેમ છતાં  આ એક કામચલાઉ તબકકો ગણાય.


Also read: કોઈ માટે સુખનો પાસવર્ડ બનવાની કોશિશ કરીએ નવા વર્ષના સંક્લ્પો


રોકાણકારોની સંખ્યામાં સતત વૃદ્ધિ  તમામ પ્રકારના નાના-મોટા ભારતીય રોકાણકારોની સંખ્યા સતત અને નોંધપાત્ર પ્રમાણમાં વધી રહી છે, જે માર્કેટમાં વધતો રસ અને વિશ્ર્વાસ દર્શાવે છે. આગામી વરસે સંખ્યાબંધ આઈપીઓ કતારમાં છે, જેમાં એનએસઈ અને એનએસડીએલ(નેશનલ સિકયોરિટીઝ ડિપોઝિટરી લિ.)નો સમાવેશ થાય છે, જેમની વર્તમાન કામગીરી મજબૂત હોવા ઉપરાંત ભાવિ ઉજ્જવળ જણાય છે, કારણ કે ભારતમાં જે મુજબ ફાઈનાન્સિયલ સેકટર તેમ જ ઈકોનોમીમાં નવા-નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા રોકાણકાર વર્ગ માટે આ ઉત્તમ રોકાણ તક બનશે. અહીં એ નોંધવું રસપ્રદ છે કે સ્ટોક એકસચેંજ તરીકે પ્રથમ ઈસ્યૂ લાવનાર તરીકેનો યશ બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજ) અને ડિપોઝિટરી તરીકે પ્રથમ ઈસ્યૂ લાવનાર સીડીએસએલ (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિ.)ને જાય છે. એનએસડીએલ એનએસઈ સાથે અને સીડીએસએલ બીએસઈ સાથે સંકળાયેલી સંસ્થા હતી અને છે, જેમને પણ લાંબાગાળાનું મજબૂત રોકાણ કરવું છે તેમની માટે આ બંને આઈપીઓ સારી તક બનશે. રોકાણકારોની વધતી સંખ્યા સાથે આ ચારેય કંપનીઓ માટે વિકાસનો ઉત્તમ અવકાશ ઉપલબ્ધ છે. આમાં વધુ એક રસપ્રદ વાત એ છે કે એનએસઈના આઈપીઓનો લાભ બીએસઈને નોંધપાત્ર પ્રમાણમાં મળવાની આશા રહેશે, કારણ કે એનએસઈનું લિસ્ટિંગ ફરજિયાત બીએસઈ પર કરાવવું જોઈશે, જેથી અહીં થનારા સોદાઓના ટર્નઓવરનો લાભ બીએસઈને મળશે એ નકકી છે. એ જ રીતે એનએસડીએલના લિસ્ટિંગનો ફાયદો પણ મળશે.


Also read: ભાઈ – બહેનના પુનર્મિલનમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું


મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો ગ્રોથ નવા વરસમાં મ્યુચ્યુઅલ ફંડ તરફથી ‘સેબી’એ તાજેતરમાં જેને મંજૂરી આપી છે એ નવી ઈન્વેસ્ટમેન્ટ પ્રોડકટ આવશે. જેમાં મિનિમમ રોકાણ રૂ. દસ લાખનું કરવાનું રહેશે. વધુમાં તાજેતરમાં ‘સેબી’ એ મ્યુચ્યુઅલ ફંડસની યોજનાઓને ભારતીય ઈક્વિટીઝમાં રોકાણ કરતા વિદેશી ફંડસમાં રોકાણની પરવાનગી આપી છે, જે ભારતીય બજારમાં રોકાણ પ્રવાહ વધારશે એવું ચોકકસ માની શકાય. મ્યુચ્યુઅલ ફંડસ પરનું ‘સેબી’નું નિયમન રોકાણકારોના રક્ષણની દીવાલ વધુ મજબૂત બનાવતી રહી છે. આગામી સમયમાં ન્યૂ ટેક, ડિજિટલ સેકટર અને સ્ટાર્ટઅપ્સના આઈપીઓ પણ આવતા રહે તો નવાઈ નહીં. મ્યુચ્યુઅ ફંડ ઉદ્યોગમાં રોકાણ પ્રવાહ વધવા સાથે નવા ફંડસ તેમ જ નવી-નવી પ્રોડકટસ પણ આવતા રહેશે. સોનામાં રોકાણનું આકર્ષણ ગોલ્ડ ઈટીએફ (એકસચેંજ ટ્રેડેડ ફંડ) માટે તક વધારી શકે છે. નવા વરસે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ ઝડપ પકડશે. ગ્રામ્ય અને કૃષિ વિકાસમાં નવી ગતિવિધિ જોવા મળશે. સ્ટાર્ટઅપ્સને જોર અને રોજગાર સર્જનને પણ વેગ મળવાની આશા છે. મેક ઈન ઈન્ડિયાને સફળ અને સાર્થક બનાવવા ઉત્પાદન ક્ષેત્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. બિઝનેસ કરવાનું સરળ બનાવવા સતત નીતિ-નિયમોમાં સુધારા થશે. વિદેશી રોકાણ પ્રવાહને આકર્ષવા નીતિલક્ષી અભિગમ વ્યવહારું બનાવવામાં આવશે.

નવી ઈન્વેસ્ટમેન્ટ પ્રોડકટ્સ આવશે ભારતીય માર્કેટમાં હવે રિટ (રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની રોકાણ પ્રોડકટસ પણ પોપ્યુલર બનતી જાય છે અર્થાત્, વિવિધ રિસ્ક કેટેગરી મુજબની પ્રોડકટસ બજારમાં આવતી થાય તો નવાઈ નહીં. જોકે આઈપીઓની માર્કેટમાં ચાલતી કથિત ગરબડને જોતા એસએમઈ આઈપીઓ સહિત પ્રાઇમરી માર્કેટમાં વધુ શિસ્તની જરૂર જણાય છે, કારણ કે આ માર્કેટમાં નાના રોકાણકારોનો બહુ મોટો વર્ગ પણ સામેલ થાય છે, જેથી આમાં ચાલતી ગરબડ મોટેપાયે વિશ્ર્વાસને વિપરીત અસર પહોંચાડી શકે છે.


Also read: કોઈ અવાજ કર્યા વિના, રોબોટ ક્રાંતિની ટોચ પર ઊભું છે ભારત


સોના-ચાંદી, ક્રિપ્ટોમાં રોકાણનું આકર્ષણ વધી શકે વિશ્ર્વમાં અશાંતિ, યુદ્ધ, તનાવ અને સતત એક યા બીજી અનિશ્ર્ચિંતતાના માહોલમાં સોનામાં રોકાણ અને ભાવ વધવાની શકયતા રહેશે. આજે પણ દરેક દેશ માટે સોનું સેફ હેવન ગણાય છે. વિવિધ દેશો ઈન્ફલેશનને લીધે પણ સોનાની ખરીદી પસંદ કરે છે. ભારતીય રિઝર્વ બૅંક સોનું જમા કરવાનો વ્યવહારું અભિગમ ધરાવે છે. ચીનની સેન્ટ્રલ બૅંક પણ સોનાની ભરપૂર ખરીદી કરતી રહી છે. દુનિયામાં તનાવ અને અનિશ્ર્ચિંતતાના માહોલમાં સોનું વધુ ખરીદાશે. આ ઉપરાંત બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ આકર્ષણ વધે એવી ધારણા ઊંચી છે. યુવા વર્ગ આ સાધનોથી આકર્ષાતો રહેશે. ટ્રમ્પ સાહેબની નીતિ ક્રિપ્ટોકરન્સીને વધુ વેગ આપશે એ પણ નવા વરસની નોંધપાત્ર નવીનતા રહેશે.                           

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker