બોલો, આ દેશમાં રાતના 10 વાગ્યા બાદ ફ્લશ કરશો તો…
હેડિંગ વાંચીને તમને કદાચ થોડું વિચિત્ર લાગશે, પરંતુ આ હકીકત છે. દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ નિયમો હોય છે અને એમાંથી કેટલાક નિયમો આપણને વિચિત્ર લાગી શકે છે. આજે અમે અહીં તમને આવા જ એક દેશ અને તેના વિચિત્ર નિયમ વિશે વાત કરીશું. આવો જોઈએ કયો છે આ દેશ કે જ્યાં રાતના 10 વાગ્યા પછી ફ્લશ કરવાની પરવાનગી નથી.
આ પણ વાંચો: જ્યારે એક ખેડૂત રેલવેની ભૂલને કારણે આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો…
અમે અહીં વાત કરી રહ્યા છે દુનિયાના સૌથી સુંદર ગણાતા દેશ સ્વિત્ઝર્લેન્ડની. આ સુંદર દેશમાં રાતે 10 વાગ્યા બાદ ટોયલેટમાં ફ્લશ કરવાની પરવાનગી નથી આપવામાં આવી. આ નિયમ દરેક એપાર્ટમેન્ટ માટે લાગુ કરવામાં આવ્યો છે. આ દેશમાં રાતના 10 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી સાઈલેન્સ ટાઈમ માનવામાં આવે છે.
આ નિયમ બનાવવા પાછળના કારણની વાત કરીએ તો તેમનું એવું માનવું છે કે આ સમયે ફ્લશિંગને કારણે સૌથી વધારે અવાજ થાય છે. જેને કારણે સામુદાયિક શાંતિ રાખવી એ આ પરંપરાનો મુખ્ય ઉદ્દેશ છે. સ્વિત્ઝર્લેન્ડમાં આવો કોઈ સરકારી નિયમ નથી, પરંતુ લોકો ત્યાંના લોકો આ મુદ્દા વિશે ખૂબ જ જાગૃત છે અને તેઓએ તેમના સંબંધિત એપાર્ટમેન્ટમાં આવા આદેશોનો અમલ કર્યો છે, જેનું તેઓ કડકપણે પાલન કરે છે.
આ પણ વાંચો: તમે પણ આ રીતે બદામ ખાવ છો? નુકસાન જાણી લેશો તો…
અહીંના મકાન માલિકો પણ પોતાના ભાડુઆતને આ નિયમ વિશે સ્પષ્ટતાથી સમજાવી દે છે. આ સાથે સાથે જ સોસાયટીમાં નવા ફ્લેટ કે મકાન ખરીદનારા લોકોને પણ આ નિયમ વિશે જણાવવામાં આવે છે. જે લોકો આ નિયમ માનવાનો ઈનકાર કરે છે એ લોકોને ફ્લેટ ભાડે આપવાનો ઈનકાર કરવામાં આવે છે. મજાની વાત તો એ છે કે સોસાયટીના આ નિયમની વચ્ચે લોકલ પોલીસ દ્વારા હસ્તક્ષેપ નથી કરતી.
છે ને એકદમ અજીબો ગરીબ નિયમ? એકાદ વખત તો મનમાં એવો સવાલ થાય ને કે ભાઈ જો આ સમયે જ કોઈને પ્રેશર આવે તો શું? ભાઈ સવાલનો જવાબ મેળવવા તો ત્યાં જઈએ તો કંઈ ખબર પડે…