Kartik Aryan અને Sonu Nigam બંને હતા મંચ પર હાજર અને થયું કંઈક એવું કે…

બોલીવૂડના સફળ અને સુપરહિટ સિંગર્સની વાત ચાલી રહી હોય તો એમાં સોનુ નિગમ (Sonu Nigam)નું નામ ના આવે તો જ નવાઈ. આવું હોય પણ કેમ નહીં ભાઈ 32થી વધુ એવોર્ડ અને 746થી વધુ ફિલ્મોમાં પોતાના સૂરીલા અવાજનો જાદુ ચલાવ્યો છે સોનુ નિગમે.
આ પણ વાંચો : Hardik Pandya સાથેના ડિવોર્સ બાદ પણ Natasa Stankovikએ કેમ કહ્યું અમે હજી પરિવાર છીએ?
સંગીતના સુપરસ્ટાર એવા સોનુ નિગમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંઈક એવું જોવા મળે છે કે જેને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. આવો જોઈએ આખરે એવું તે શું છે આ વીડિયોમાં…
આ પણ વાંચો : ‘જો ઈવાંકા મારી પુત્રી ન હોત તો હું તેની સાથે ડેટ કરતો હોત’, ટ્રમ્પનું જૂનું નિવેદન ફરી ચર્ચામાં…
વાઈરલ થઈ રહયો આ વીડિયો મુંબઈનો છે અને બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા-3 ના ગીત હૂકુશ ફૂફૂશના લોન્ચિંગ સમયનો છે એવું કહેવાઈ રહ્યો છે. આ સમયે કાર્તિક સાથે સોનુ નિગમ પણ સ્ટેજ પર હાજર હતા અને 1000થી વધુ બાળકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ આ દરમિયાન ઈવેન્ટમાં હાજર તમામ બાળકો કાર્તિક આર્યન પાસે દોડી ગયા હતા અને બાજુમાં ઉભેલા સોનુ નિગમ સાઈડલાઈન થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડસ્ટ્રીમાં સોનુ નિગમ ખૂબ જ આલાગ્રાન્ડ દરજ્જાના કલાકાર તરીકે કરવામાં આવે છે. તેમના ગીત લોકોના દિલોદિમાગ પર છવાયેલા રહે છે. સોનુ નિગમે પોતાની ગાયકીના જોરે જ 42થી વધુ નોમિનેશન અને 32થી વધુ એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે.
આ પણ વાંચો : ટીવી અભિનેતા Nitin Chauhanનું રહસ્યમય સંજોગમાં મોત, આત્મ હત્યાની આશંકા
ફેન્સની સોનુ નિગમ સાથેની આ પ્રકારની વર્તણૂંક સોશિયલ મીડિયા યુઝર્સને ખાસ કંઈ પસંદ નથી આવી રહી અને નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમે પણ ના જોયો હોય આ વાઈરલ વીડિયો તો અત્યારે જ જોઈ લો…