રાજ્યમાં 180 થી વધુ બેઠકો મળવા એમવીએનો દાવો…
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ કોની સરકાર આવશે? આ અંગે વિવિધ આગાહીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મહાયુતિએ એવો દાવો કર્યો છે કે અમે ફરી સત્તામાં આવીશું. મહાવિકાસ આઘાડીએ દાવો કર્યો છે કે અમને 180થી વધુ બેઠકો મળશે. મહાવિકાસ આઘાડી કે મહાયુતિ દ્વારા મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવ્યું છે કે અમે એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડીશું.
આ પણ વાંચો : Maharashrta ચૂંટણી માટે MVA એ જાહેર કર્યો મેનિફેસ્ટો, વાયદાઓનો વરસાદ
મહારાષ્ટ્રની ચૂંટણી એટલી સરળ નથી જેટલી લાગે છે. કારણ કે આ સમયે શિવસેના બે મજબૂત અને એનસીપી કોંગ્રેસ બે મજબૂત બની છે. જેથી આ વર્ષે છ પક્ષોની લડાઈ એકબીજા સામે લડાશે. આ વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સરળ નથી. કારણ કે મહાયુતિ વિરુદ્ધ મહાવિકાસ આઘાડીનો સીધો મુકાબલો છે.