કેનેડામાં મંદિર પર હુમલાના વિરોધમાં દિલ્હીમાં શીખો ઉતર્યા રસ્તા પર…
નવી દિલ્હી: કેનેડામાં હિંદુ મંદિરો પરના હુમલાના વિરોધમાં, હિંદુ શીખ ગ્લોબલ ફોરમના સભ્યો આજે રસ્તા પર ઉતરી આવ્યા અને દિલ્હીના ચાણક્યપુરીમાં ભારતમાં કેનેડિયન હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું અને તેમણે આવા હુમલાઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી. પ્રદર્શનને ધ્યાને રાખીને દિલ્હી પોલીસે વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી હતી અને પ્રદર્શનકારીઓને પણ અટકાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Trump ભારતના વડાપ્રધાન મોદીથી છે પ્રભાવિત, આગામી વર્ષે આવી શકે છે ભારત મુલાકાતે
હિંદુ શીખ ગ્લોબલ ફોરમના પ્રમુખ તરવિંદર સિંહ મારવાહે કહ્યું કે આતંકવાદમાં એક આખી પેઢીનો નાશ થયો છે. તેઓ કાં તો માર્યા ગયા અથવા તેઓ અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયા. પછી તેઓ અમારી યુવા પેઢીના જીવનને બરબાદ કરવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરવા લાગ્યા. આ પછી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ બધા પછી મંદિરો પર હુમલા શરૂ થયા છે જે તદ્દન ગેરવ્યાજબી છે.
આ પણ વાંચો : ભારત નહીં, પાકિસ્તાને કરાવી હતી નિજ્જરની હત્યા? આ બે ISI એજન્ટ્સ સામે તપાસ
સાચો શીખ ક્યારેય ખાલિસ્તાની ન હોઈ શકે:
મારવાહે ભારતના શીખ સમુદાયની એકતા પર ભાર મૂક્યો હતો અને અલગતાવાદી વિચારધારાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે અમે બધા સાથે છીએ. સાચો શીખ ક્યારેય ખાલિસ્તાની ન હોઈ શકે. તે લોકો અલગ રાષ્ટ્ર માંગે છે, તેની માંગને પોતાની પૂરતું સીમિત રાખવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે આપણા ત્રિરંગા અને આપણા દેશનું હંમેશા સન્માન કરવામાં આવે. ભારતના શીખો ભારતની સાથે છે અને ખાલિસ્તાનનું સમર્થન કરતા નથી.”
આ પણ વાંચો : દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો, વરિષ્ઠ નેતા મતીન અહમદ AAPમાં થયા સામેલ
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે કેનેડાના હાઈ કમિશનની બહાર બેરિકેડ લગાવ્યા છે, પરંતુ કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડ ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષાની સ્થિતિને લઈને મે વધારાના દળો તૈનાત કર્યા છે અને કેનેડિયન હાઈ કમિશનની બહાર વિરોધ કૂચના આહ્વાનને પગલે બેરિકેડ ગોઠવ્યા છે. કોઈને કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું.