સેટ પર 10 મિનિટ મોડા પહોંચવા માટે Amitabh Bachchan ને ખખડાવી નાખવામાં આવ્યા…

બોલીવૂડના શહેનશાહ, મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં બિગ બી પોતાના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે અને આ શો પર જ બિગ બી પર્સનલ લાઈફ સંબંધિત પણ અનેક ચોંકાવનારા ખુલાસા કરે છે. આવો જ એક ચોંકાવનારો ખુલાસો કરતાં બિગ બીએ જણાવ્યું હતું કે કઈ રીતે સેટ પર 10 મિનિટ મોડા પડવા પર ડિરેક્ટરે ક્રૂની સામે જ તેમને ધમકાવી નાખ્યા હતા. આવો જોઈએ શું છે આ કિસ્સો અને કોણ છે એ ડિરેક્ટર છે કે જણે બિગ બીને ધમકાવી નાખ્યા હતા.
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchan નહીં લે છુટાછેડા, જાણો કોણે કર્યો આવો દાવો?
કૌન બનેગા કરોડપતિ-16ના લેટેસ્ટ એપિસોડ પર ફિલ્મ 12 થ ફેલના એક્ટર વિક્રાંત મેસી અને આઈપીએસ અધિકારી મનોજ કુમાર પહોંચ્યા હતા. આ સમયે બિગ બીએ શૂટિંગના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે સેટ પર 10 મિનિટ મોડા પડતાં ડિરેક્ટરે તેમની ધમકાવી નાખ્યા હતા.
અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે વિધુ વિનોદ ચોપ્રા એક આકરા સ્વભાવના ડિરેક્ટર છે. એક વખત અમે લોકોએ રાતે 2-3 વાગ્યા સુધી કામ કર્યો હતો. જ્યારે અમે ગયા ત્યારે એમણે મને બીજા દિવસે સવારે 6 વાગ્યે સેટ પર આવવા જણાવ્યું હતું. હું વિચારી રહ્યો હતો કે શું તું પાગલ છે? મોડી રાત સુધી કામ કરાવે છે અને બીજા દિવસે મને છ વાગ્યા આવવા કહો છો, કઈ રીતે શક્ય છે આ?
આખરે બીજા દિવસે હું સવારે 6.10 કલાકે સેટ પર પહોંચ્યો અને જોયું તો વિધુ વિનોદ ચોપ્રા ઓલરેડી સેટ પર હતા અને તેમણે મને મોડા આવવા માટે સેટ પર ક્રૂની સામે જ વઢવાનું શરૂ કરી દીધું. તેમણે મને કહ્યું કે તું 10 મિનિટ મોડો પડ્યો છે. તે પોતાના કામને લઈને ખૂબ જ ગંભીર છે અને તે એને લઈને ખૂબ જ ઈમોશનલ પણ છે. બિગ બીની આ વાત સાંભળીને વિક્રાંત મેસી અને મનોજ કુમાર બંને હસવા લાગે છે અને બિગ બી પણ ખુદ હસી પડ્યા હતા.
આ પણ વાંચો : Divorceની અફવા વચ્ચે 45 લાખ રૂપિયાના મંગળસૂત્રનું આ શું કર્યું Aishwarya Rai-Bachchanએ?
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન કેબીસીના દરેક એપિસોડમાં પોતાના જીવન સંબંધિત કોઈને કોઈ એવો ખુલાસો ચોક્કસ કરે છે કે જે સાંભળીને દર્શકો અને ફેન્સ પણ ચોંકી ઉઠે છે.