ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

ક્યારે છે દેવઉઠી એકાદશી ? જાણો મહત્વ, શુભ મુર્હુત, પૂજાવિધિ…

સનાતન ધર્મમાં દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. સાથે જ બે એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે જેમાં અષાઢ મહિનાની એકાદશી કે જે દેવપોઢી એકાદશી, જ્યારે કારતક મહિનાની શુક્લ પક્ષની કે જેને દેવઉઠી એકાદશીના નામે ઓળખવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન યોગનિંદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુ આજના દિવસે ઊંઘમાંથી જાગે છે. આથી આ તિથીનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે.

આ પણ વાંચો : આ નૂતન વર્ષે જાતને પૂછીએ કે આપણી ચૈતસિક જાગૃતિ થઇ છે?

Credit : HerZindagi

કારતક મહિનાની શુક્લ એકાદશીનું ખૂબ જ મહત્વ રહેલું છે. કારણ કે દેવપોઢી એકાદશીના ચાર મહિના બાદ આજના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે અને આ દિવસથી જ લગ્ન, મુંડન સંસ્કાર અને સગાઈ સહિત તમામ શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. પંચાંગ અનુસાર, દેવઉઠી એકાદશી આ વર્ષે 12 નવેમ્બરે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગના ખૂબ જ શુભ સંયોજનમાં ઉજવવામાં આવશે. ચાલો જાણીએ દેવઉઠી એકાદશીની ચોક્કસ તિથી, શુભ મુર્હુત, પૂજા પદ્ધતિ, મંત્ર, અર્પણ અને આરતી…

જ્યોતિષ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર ઉદયતિથિ મુજબ દેવઉઠી એકાદશી 12 મી નવેમ્બરે છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 11મી નવેમ્બરે બપોરે 2:54 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 12મી નવેમ્બરે બપોરે 12:37 કલાકે સમાપ્ત થશે.

આ પણ વાંચો : અભ્યાસ જાગવો એટલે સાધના અંદરથી ઉછાળા મારે

પૂજા માટેનું શુભ મુર્હુત: પૂજા માટેનું શુભ મુર્હુત 12 નવેમ્બરના રોજ સાંજે 07:08 થી 08:46 સુધીનો છે.

પૂજા વિધિ:

દેવઉઠી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો.
સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.
આ પછી વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો.
ભગવાન વિષ્ણુને ફળ, ફૂલ, ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પણ કરો.
વિષ્ણુજીના બીજ મંત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
તમામ દેવી-દેવતાઓની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button