IPO watch: આગામી સપ્તાહે વધુ એક શાનદાર આઈપીઓ ખુલી રહ્યો છે. ઓનિક્સ બાયોટેક લિમિટેડનો આઈપીઓ (Onyx Biotech Limited IPO) 13 નવેમ્બરે ખુલશે અને 18 નવેમ્બરે બંધ થશે. આ માટે પ્રાઈસ બેંડ (Price Band) 61 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટમાં (Grey Market) 5 રૂપિયા પ્રીમિયમ હાલ છે. એટલેકે કંપનીના શેરનું 9 ટકા પ્રીમિયર પર લિસ્ટિંગ (Listing on Premier) થઈ શકે છે.
આ પણ વાંચો : US Fed Rate Cut: અમેરિકામાં વ્યાજ દરમાં ફરી ઘટાડો, જાણો શું શેરબજાર પર શું અસર થશે?
આઈપીઓમાં અપર પ્રાઇસ બેંડ પર 29.34 કરોડ રૂપિયાના 48.10 લાખ ફ્રેશ ઈશ્યૂ સામેલ છે. આઈપીઓથી એકત્ર કરવામાં આવેલી રકમનો કંપની વિવિધ જગ્યાએ ઉપયોગ કરશે. રિટેલ રોકાણકારો મહત્તમ 2000 ઈક્વિટી શેર માટે બોલી લગાવી શકે છે. પંજાબ સ્થિત કંપની યુનિટને અપગ્રેડ કરવા 6.08 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ ઉપરાંત તેનો ઇરાદો ડ્રાઇ પાઉડર ઈન્જેક્શન માટે વર્તમાન યુનિટમાં હાઇ સ્પીડ કાર્ટુનિંગ પેકેજિંગ લાઇન સ્થાપવા માટે 1.24 કરોડનો ઉપયોગ કરવાનો છે.
જ્યારે ઈશ્યૂની આવકના માધ્યમથી 12 કરોડ રૂપિયાનું દેવું ચૂકવશે. બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવામાં આવશે. મે 2024 સુધી તેનું દેવું 29.09 કરોડ રૂપિયા હતું.
ઓનિકસ બાયોટેક લિમિટેડ ભારતના ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીની અગ્રણી કંપની છે. હિમાચલ પ્રદેશમાં બે યુનિટની સાથે ઓનિક્સ બાયોટેક સુકા પાઉડર ઈન્જેક્શન અને સુકા સિરપને રજૂ કરતી ફાર્માસ્યુટિકલ કંપની તરીકે કામ કરે છે. ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં અનેક ગ્રાહકો સાથે તેના લાંબા સમયથી સંબંધ છે, જેમાં હેટરો હેલ્થકેર, મેનકાઈન્ડ ફાર્મા, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ, અરિસ્ટો ફાર્માસ્યુટિકલ્સ, મેકલેઓડ્સ ફાર્માસ્યુટિકલ્સ, મૈપ્રા લેબોરેટીઝ, એક્સા પૈરેંટ્રલ્સ, એફડીસી, જુવેંટ્સ હેલ્થકેર, એકમ્સ ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ સામેલ છે.
આ પણ વાંચો : Stock Market: સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 3 લાખ નવા રોકાણકારો ઉમેરાયા, મહારાષ્ટ્રને રાખ્યું પાછળ
નોંધઃ શેરબજારમાં રોકાણ કરવું જોખમોને આધિન છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.