સ્પેશિયલ ફિચર્સ

સ્લાઈડિંગ વિન્ડો ટ્રેક સાફ કરતા થાકી જાઓ છો? ટ્રાય કરો આ ટીપ્સ…

દિવાળીના દિવસોમાં ઘરની ખાસ સફાઈ કરવામાં આવે છે, પરંતુ રોજબરોજ જો ઘરની સફાઈ ન થાય તો રહેવું મુશ્કેલ બની જાય છે. ઘરની જે પણ વ્યક્તિ કે પછી કામવાળી સફાઈ કરતી હશે તેને જ ખબર હશે કે અમુક જગ્યાઓની સાફસૂફી દમ કાઢી નાખે તેવી હોય છે. આમની એક જગ્યા છે સ્લાઈડિંગ વિન્ડો ટ્રેક.

આ પણ વાંચો : ખોટું બોલનારાને નરકમાં પણ નથી મળતું ચેન, ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ…

આજકાલ બનતા દરેક ફ્લેટ્સ કે ઘરોમાં મોટી મજાની કાચની સ્લાઈડિંગ વિન્ડો હોય છે. આ વિન્ડોને ખોલબંધ કરવા માટે જે ટ્રેક હોય છે તેની વચ્ચેની જગ્યામાં કચરો ભરાઈ જાય છે અને તેને સતત સાફ કરતા રહેવું પડે છે. બાકી બારી ખોલબંધ કરવામાં મુશ્કેલી પડે છે અને ગંદકી પણ દેખાઈ છે. તો તમારી આ મુશ્કેલીઓનું સોલ્યુશન છે આ ટીપ્સ.

Credit : window hardware direct
  1. હેરકલર બ્રશ અથવા જૂનું ટૂથબ્રશ લો. હવે, આની મદદથી, બધી ગંદકી અને ધૂળને સ્લાઇડિંગ બારીઓના ટ્રેકમાં વચ્ચે દરેક લાઈનમાં ભેગી કરો. 2. બધી ગંદકી એકઠી કર્યા પછી, જાડો કાગળ અથવા નોટબુકના પુઠ્ઠાનો ટુકડો લો અને તેને સ્લાઇડિંગ વિન્ડોની મધ્યમાં રાખી અને બ્રશ વડે બધી ગંદકી કાગળ પર લઈ લો. આ રીતે બારીઓમાંથી બધો સૂકો કચરો અને ધૂળ હવે બહાર નીકળી જશે.
  2. હવે અડધાથી એક કપ પાણી, ડિટર્જન્ટ પાવડર, ખાવાનો સોડા, વિનેગર અથવા લીંબુ ઉમેરીને સોલ્યુશન બનાવો. આ મિશ્રણનું પાણી વિન્ડો ટ્રેક પર રેડો અને 10 મિનિટ માટે રાખો.
  3. 10 મિનિટ પછી સ્પોન્જ, ટીશ્યુ પેપર અથવા ભીના કપડાથી વિન્ડો સ્લાઇડ્સ સાફ કરો અને જાદુ જુઓ. માત્ર તમારી સ્લાઈડિંગ વિન્ડોના કાચ નહીં, ટ્રેક પણ ચમકવા માંડશે.

    આ તમામ કામ થોડી મિનિટોમાં થઈ જાય છે અને ઘરની જ વસ્તુઓ વાપરવાની છે. તો હવે જ્યારે સફાઈ કરો ત્યારે આ ટીપ્સ ચોક્કસ ટ્રાય કરજો અને રિઝલ્ટ અમને કમેન્ટ્સ બૉક્સમાં જણાવજો.
Credit : you tube

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button