મનોરંજન

બૉક્સઓફિસ અપડેટઃ કૉપ યુનિવર્સિટી અને રૂહ બાબા 200 કરોડ ક્લબની રેસમાં

અજય દેવગન, રણવીર સિંહ, દિપીકા પદુકોણ, કરીના કપૂર, અર્જન કપૂર અને અક્ષય ખન્ના સાથે સલમાન ખાન લટકામાં. સિંઘમ અગેઈન ફિલ્મમાં કલાકારોનો કાફલો હોવા છતાં ભૂલ ભલૈયા કરતા પાછળ રહી ગઈ છે. બન્ને ફિલ્મો દિવાળીના દિવસે 1લી નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલિઝ થઈ હતી અને ઑપનિંગ પણ સારું થયું હતું. બન્ને ફિલ્મોની આલોચના પણ થઈ છે અને દર્શકોની અપેક્ષામાં સો ટકા ખરી ઉતરી નથી, પરંતુ બૉક્સ ઓફસને સારો એવું ઑક્સિજન મળી રહ્યું છે.

આ પણ વાંચો: પિંક ડિઝાઈનર આઉટફિટમાં બોલીવૂડની બ્યુટીફૂલ બેબે પોસ્ટ કર્યા એવા ફોટો કે…

અજય દેવગન, કરીના કપૂર અને દીપિકા પાદુકોણની મલ્ટિસ્ટારર ફિલ્મ સિંઘમ અગેનની વાત કરીએ તો ફિલ્મે રિલીઝના 9મા દિવસે 11.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને હવે આ ફિલ્મનું ટોટલ કલેક્શન 192.5 કરોડ રૂપિયા થઈ ગયું છે. આથી ફિલ્મ હવે રૂ. 200 કરોડના ક્લબમાં સામેલ થશે તેવી આશા જાગી છે.

કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી, રાજપાલ યાદવ અને માધુરી દીક્ષિત અભિનીત હોરર કોમેડી ભૂલભૂલૈયા-3એ શરૂઆતના દિવસે 35.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ પછી ફિલ્મે બીજા દિવસે 37 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 33.5 કરોડ રૂપિયા, ચોથા દિવસે 18 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 14 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 10.75 કરોડ રૂપિયા, 9.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સાતમા દિવસે, આઠમા દિવસે 9.25 કરોડ અને હવે શનિવારે એટલે કે 9મા દિવસે આ ફિલ્મે 15.50 કરોડનો બિઝનેસ કર્યો છે. જો સરવાળો કરો તો ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 183 કરોડ રૂપિયા થઈ ગયું છે.

આ પણ વાંચો: Happy Birthday: એક સમયે વાજતે ગાજતે માર્કશીટ ઘરે લઈ ગયો તો ને બની ગયો એક્ટર

શનિવારે કમાણીના મામલે આ ફિલ્મે અજય દેવગનની સિંઘમ અગેનને પાછળ છોડી દીધી છે. જોકે રૂ. 200 કરોડના ક્લબમાં સામેલ થવા ફિલ્મને હજુ 2 4 દિવસ લાગી જશે. રવિવારના આંકડા આવ્યા બાદ ખબર પડશે કે ફિલ્મ આ ક્લબમા સામેલ થઈ શકે તેમ છે કે નહીં, પણ હા કાર્તિક અને વિદ્યા બાલન માટે આ ફિલ્મ સૌથી વધુ કમાનારી ફિલ્મ સાબિત થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button