વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

તમે પણ આ રીતે બદામ ખાવ છો? નુકસાન જાણી લેશો તો…

આપણે ત્યાં એવું કહેવાય છે કે બદામ પલાળીને ખાવાથી યાદશક્તિ તેજ થાય છે, મગજશક્તિ વધે છે અને બોડીને એનર્જી મળે છે અને આવું ડોક્ટર્સ અને આપણા ઘરના વડીલો કહેતા હોય છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, ફાઈબર અને ઓમેગા-3, ફેટી એસિડ જોવા મળે છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. મોટાભાગના લોકો બદામને પલાળીને ખાવાનું પસંદ કરે છે, કારણ કે આ રીતે બદામ ખાવાનું આરોગ્યદાયી માનવામાં આવે છે. પરંતુ કોઈ તમને કહે કે આ જ બદામ તમને નુકસાન પણ પહોંચાડે છે, તો માનવામાં આવે ખરું? ચાલો તમને જણાવીએ-

⦁ નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો વધારે પલાળેલી બદામ ખાવાથી પેટમાં દુઃખાવો, પાચન સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. બદામની તાસીર ખૂબ જ ગરમ હોય છે એટલે તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યા સતાવી શકે છે.

⦁ બદામમાં ફેટ્સ અને કેલરીનું પ્રમાણ પણ વધારે હોય છે એટલે જ તેને કારણે વજન વધવાની પણ શક્યતા પણ રહેલી છે. આ કારણે પણ વધારે પડતું બદામનું સેવન કરવાની મનાઈ કરવામાં આવે છે.

⦁ જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો એવા કિસ્સામાં પણ બદામ ખાવાનું ટાળવું જોઈએ. બદામ ખાવાથી સ્કીનની એલર્જી પણ થાય છે. જેને કારણે ખંજવાળ આવવી, લાલ ચાંઠા થવા, રેશેઝ આવવા જેવી અનેક સમસ્યાઓ સતાવી શકે છે.

આ પણ વાંચો…..Kutch Rann Utsav 2024: 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ, જાણો ટેન્ટના ભાવ અને ફરવા લાયક સ્થળોની માહિતી

⦁ બદામમાં વિટામિન ઈનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જો એક દિવસમાં વધારે બદામ ખાઈ લો છો તો શરીરમાં સ્ફૂર્તીને બદલે અશક્તિ અને આળસ અનુભવાય છે.

એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?
દરેક ઉંમરની હિસાબે બદામ ખાવાનું પ્રમાણ અલગ અલગ છે. એક દિવસમાં યુવાનો 10થી 12 બદામ, વૃદ્ધો 6-7 બદામ અને બાળકોએ એક દિવસમાં 2-4 બદામ ખાવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button