ઉત્સવ

વેપાર માટે થોટ લીડરશિપ વ્યૂહરચના જરૂરી છે

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

છેલ્લાં અમુક વર્ષોથી આપણે માર્કેટિંગ અને વેપાર માટે થોટ લીડરશીપ જેવા શબ્દો  સાંભળી રહ્યા છીએ. આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના સમયમાં અને કોવિડ પછી આ શબ્દો  વધુ પ્રચલિત થયા  છે. 

નાના-મોટા ઇન્ફ્લુયેન્સરો પોતાને ‘થોટ લીડર’ તરીકે પ્રમોટ કરે છે,  પણ શું આ બધાને થોટ લીડર ગણી શકાય અને ખરેખર થોટ લીડરશીપ શું છે અને તેના વેપારમાં ફાયદા શું તે જાણવાની કોશિશ કરીએ.  થોટ  લીડર કોઈ પણ ના બની શકે અથવા કોઈને પણ આ બિરુદ ના આપી શકાય. થોટ લીડર તે છે જેની પાસે  ઑરિજિનલ-મૌલિક  વિચારો, એક અનન્ય દૃષ્ટિકોણ અથવા એમના ઉદ્યોગમાં અભૂતપૂર્વ આંતરદૃષ્ટિ  (અંગ્રેજીમાં  ઇન્સાઇટ કહેવાય છે તે) હોય. ઘણી બધી વ્યાખ્યા છે, પરંતુ તે બધામાંનો સાર તે છે કે થોટ લીડર અથવા  વિચારશીલ નેતા એવી વ્યક્તિ છે, જે પોતાની કુશળતા, વિચાર, જ્ઞાન અને આંતરદૃષ્ટિ લોકો સાથે શૅર કરે.. એ પોતાની ઇન્ડસ્ટ્રીમાં અને લોકોના જીવનમાં મૂલ્ય ઉમેરી શકે છે. એ  સકારાત્મક પરિવર્તન લાવવા ઇચ્છે છે અને  સમયાંતરે એ અનુયાયીઓ-ફોલોઅર્સ કહીએ છે તે મેળવે છે.


Also read: ગામડામાં જ નહીં, હવે તો શહેરોમાં પણ ઉગાડવામાં આવે છે ફળ ને શાકભાજીઓ


થોટ લીડરશીપ વ્યક્તિ અથવા બ્રાન્ડ દ્વારા લઈ શકાય. આપણે ઘણી વાર અનુભવ્યું હશે કે આપણે જે ઇન્ડસ્ટ્રીમાં વેપાર કરતાં હશું તેમાં એક એવી વ્યક્તિ અથવા બ્રાન્ડ હશે, જેને બધા અનુસરતા હશે. ઉદાહરણ તરીકે, જો કોઈ પણ કૅટેગરીમાં પ્રૉડક્ટના ભાવ વધારવા હશે તો તે કૅટેગરીમાં જે લીડર હશે એણે આ પગલું ભરવું પડશે પછી લોકો એને અનુસરશે. આ થઇ કૅટેગરી લીડરશિપની વાત, જે કદાચ માર્કેટ લીડરશિપથી પણ આવી શકે. ઇ૨ઇના વેપારમાં આ પાસું ઘણું અગત્યનું છે અને લોકો માટે તે દીવાદાંડી સમાન છે. ઇ૨ઈમાં પણ એ તેટલું   જ અગત્યનું છે, કારણ લોકો આજે અભ્યાસ કરે છે કે કઈ બ્રાન્ડ કઈ રીતે વેપાર કરે છે અને એ પોતાની થોટ લીડરશીપ કેવી રીતે સ્થાપિત કરે છે. આનો અભ્યાસ એમને જે-તે બ્રાન્ડ ખરીદવા પ્રેરે છે. ઉદાહરણ તરીકે, ‘એપલ’નાં ઉત્પાદનો. આ કંપનીએ પોતાને થોટ લીડરશીપ તરીકે વૈશ્ર્વિક સ્તરે સ્થાપિત કરી છે. વ્યક્તિ તરીકે પણ ‘એપલ’ના સ્ટીવ જોબ્સે પોતાને થોટ લીડર તરીકે સ્થાપિત કર્યા છે.

આજે આ પરિભાષા પ્રચલિત થઈ છે તેનું કારણ છે ઑનલાઇન માધ્યમ, વધતી જતી સ્પર્ધા, નવા નવા વેપારના  આયામ. આજે આટલી બધી માહિતી સહેલાઈથી ઑનલાઈન ઉપલબ્ધ હોવાથી બધા ખરીદદારો સેલ્સ ટીમનો સંપર્ક કરતાં પહેલાં અથવા બ્રાન્ડ ખરીદતાં પહેલાં એના વિષે સંશોધન કરે છે. એ બધા એવા લોકો અને બ્રાન્ડ પાસેથી ખરીદવા માગે છે કે જેના પર પોતે વિશ્ર્વાસ અને આદર કરી શકે. એવા લોકોને એ સાંભળવા માગે છે અને પાસે શીખવા માગે છે જે એમને કહી શકે કે બજારમાં શું થઈ રહ્યું છે. એમને માર્ગદર્શન અને ઉકેલ પ્રદાન કરી શકે. આમ થોટ લીડરશીપની આવશ્યકતા વધી રહી છે અને તે એક સબળ માર્કેટિંગ વ્યૂહરચના તરીકે કામ લાગી શકે છે.


Also read: ડોનલ્ડ ટ્રમ્પની જીત અમેરિકનોની ખરી માનસિકતા છતી થઈ ગઈ  છે !


થોટ લીડરશીપ લેવા માટે સૌપ્રથમ તમારું ટાર્ગેટ ઑડિયન્સ કોણ છે તે જાણો અને તેના વિષે વધુ માહિતી મેળવો. તમે જે ઇન્ડસટ્રીમાં છો તેનો અને પ્રતિસ્પર્ધીઓનો અભ્યાસ કરી તમે જાણો કે લોકોને સૌથી વધુ શું જાણવામાં રસ છે પછી તે મુજબ તમે તમારું ક્ધટેન્ટ બનાવો અને લોકો સુધી તે વિવિધ માધ્યમો દ્વારા પહોંચાડો.

થોટ લીડરશીપ માટે તમે થિસીસ પેપર્સ લખી શકો, તમે  ન્યૂસપેપર અથવા ઇન્ડસટ્રી મૅગેઝિનમાં લખી શકો, પોડકાસ્ટ દ્વારા તમારા વિચારો જણાવી શકો, વેબિનાર અથવા સેમિનાર દ્વારા લોકો સુધી પહોંચી શકો. આમ વિવિધ રીતે તમે પોતાને અથવા તમારી બ્રાન્ડને સ્થાપિત કરી શકો.

થોટ લીડરશિપના ફાયદા જોઈએ તો એ તમારા પ્રેક્ષકો-ભાવિ ગ્રાહકોમાં  વિશ્ર્વાસ વધારે છે. તમે જે ઇન્સાઇટ પ્રદાન કરશો તેના સહારે એ તમારી બ્રાન્ડને માહિતીના વિશ્ર્વસનીય સ્રોત તરીકે પ્રસ્થાપિત કરશે. મીડિયાનું ધ્યાન તમારા તરફ આકર્ષિત કરશે, જે ઙછની વ્યૂહરચના માટે અગત્યનું પરિબળ છે. તમારા પર વિશ્ર્વાસ હોવાથી ગ્રાહકો સામેથી આવશે, જેના કારણે તમારી કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ –  ગ્રાહક સંપાદન ખર્ચ ઘટશે. તમારાં  ઉત્પાદનો અથવા સેવાઓના મૂલ્યને દર્શાવવા માટે પરંપરાગત માર્કેટિંગ કરતાં આ વ્યૂહરચના વધુ અસરકારક બની  શકે છે. આના દ્વારા તમે નિર્ણય લેનારાઓ સુધી પહોંચી શકો છો, જે ઇ૨ઇના વેપાર માટે અગત્યનું પાસું છે.


Also read: ભાઈ – બહેનના પુનર્મિલનમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું


તમને અથવા બ્રાન્ડને થોટ લીડરશીપની પૉઝિશન પર જોઈ સારી ટેલેન્ટ, પ્રતિભાઓ તમારી સાથે જોડાશે. તમારાં  ઉત્પાદનો માટે તમે પ્રીમિયમ ચાર્જ કરી શકો છો, કારણ કે  લોકો તમારી પાસે સામેથી આવે છે. નવી તકો ઊભી થાય છે તે તમારા ગ્રોથને ફાસ્ટ ટ્રેક પર લઈ જાય છે. સૌથી મહત્ત્વનું તમે એક સ્ટ્રોંગ બ્રાન્ડ તરીકે પોતાને સ્થાપિત કરો છો. સફળ થવા માટે, થોટ લીડરશીપ લેતી વ્યક્તિએ પોતાને સતત શિક્ષિત કરવાની અને એમના ક્ષેત્રમાં નવીનતમ વલણો અને વિકાસની ટોચ પર રહેવાની જરૂર છે. આજે પ્રત્યેકને કોઈ ને કોઈ વારસો છોડીને જવો છે ત્યારે થોટ લીડરશીપ પ્રશ્ર્નનો જવાબ આપે છે – મારો હેતુ શું છે? શું વારસો છે જે હું પાછળ છોડવા માગું છું?                                                                                    

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button