Kutch Rann Utsav 2024: પશ્ચિમ રેલવે ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો તારીખ અને સમય
અમદાવાદઃ ગુજરાતમાં રેલવે કચ્છ રણોત્સવને (Kutch Rann Utsav 2024) પગલે ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેનનું સ્પેશિયલ ભાડું વસૂલાશે. ગુજરાતના કચ્છમાં 11 નવેમ્બરથી શરૂ થતા રણોત્સવમાં મુસાફરોની ભીડને લઈને રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન 09037-38 બાન્દ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટના છ ફેરા, 09029-30 બાન્દ્રા ટર્મિનસ, ભુજ, વલસાડના બે ફેરા, 09471-72 બાન્દ્રા ટર્મિનસ- ભુજના બે ફેરા દોડાવવામાં આવશે. આ સાથે જ 04726-25 બાન્દ્રા-હિસાર વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.
બાન્દ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે મંગળવાર, ગુરુવાર અને રવિવારે
09037-38 બાન્દ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે મંગળવાર, ગુરુવાર અને રવિવારે બાન્દ્રા ટર્મિનસથી રાત્રે 11.45 કલાકે ઉપડશે. જે ટ્રેન બીજા દિવસે બપોરે 1.05 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 12,14,17 નવેમ્બર દોડશે. તેવી જ રીતે પરત ફરતી વેળા આ ટ્રેન બુધવાર, શનિવાર અને સોમવારે ભુજથી સાંજે 7 વાગ્યે ઉપડી બીજી દિવસે સવારે 9.45 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 13, 16 અને 18મી નવેમ્બરના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલ્લી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ,
હળવદ, સામખિયાળી અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર થોભશે.
Also Read – Kutch Rann Utsav 2024: 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ, જાણો…
11 નવેમ્બરથી શરૂઆત
ગુજરાત ટૂરિઝમદ્વારા દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં રણોત્સવની 11 નવેમ્બરથી શરૂઆત થશે. જેની પૂર્ણાહુતિ 15મી માર્ચ 2025ના રોજ થશે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટસિટી છે. સફેદ રણમાં વિવિધ રહેઠાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ટેન્ટ સિટી કહેવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના ટેન્ટ રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે ડિલક્ષ હોટેલ જેવી સુવિધાથી સજ્જ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.