આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘મહારાષ્ટ્રને 1 ટ્રિલિયન ઈકોનોમી બનાવીશું’ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ‘સંકલ્પપત્ર’

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાનને (Maharastra assembly election) આડે હવે ગણતરીના જ દિવસો બચ્યા છે, આ ચૂંટણી લડી રહેલા દરેક રાજકીય પક્ષ પ્રચારમાં વ્યસ્ત છે અને મતદારોને આકર્ષવા વિવિધ વાયદાઓ આપી રહ્યા છે. એવામાં આજે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુંબઈમાં ભાજપનો મેનીફેસ્ટો (BJP Manifesto) જાહેર કર્યો છે, જેને ભાજપ ‘સંકલ્પ પત્ર’ નામથી ઓળખાવે છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ ભાજપના વડા આશિષ શેલાર, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય પક્ષના નેતાઓ હાજર હતા.

‘સંકલ્પ પત્ર’માં ખેડૂતોની લોન માફી, લાડકી બહિન સ્કીમની મર્યાદા વધારીને 2100 રૂપિયા કરવાનું વચન, વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાની મર્યાદા 1500 રૂપિયાથી વધારીને 2100 રૂપિયા કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત યુવાનોને 25 લાખ નવી નોકરીઓ આપવામાં આવશે, યુવાનો માટે સ્વામી વિવેકાનંદ ફિટનેસ અને હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે, મહારાષ્ટ્રને પ્રથમ 1 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે.

આ દરમિયાન અમિત શાહે સંબોધનમાં કહ્યું કે મોદીજી વકફ બોર્ડમાં સુધારો કરવા માટે સંસદમાં કાયદો લાવ્યા છે. મહાવિકાસ આઘાડીના લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. વકફ કાયદાનો વિરોધ એટલે આગામી દિવસોમાં વકફ બોર્ડ તમારી મિલકતોને પોતાની તરીકે જાહેર કરશે.

તેમણે કહ્યું કે ડબલ એન્જિનની સરકારે લગભગ 10 વર્ષમાં મહારાષ્ટ્રના વિકાસ માટે ઘણું કામ કર્યું. શરદ પવાર 10 વર્ષ સુધી યુપીએ સરકારમાં પ્રધાન રહ્યા. તમે મહારાષ્ટ્રના લોકો માટે શું કર્યું? 10 વર્ષમાં યુપીએ અને આઘાડી સરકારોએ 1,91,384 કરોડ રૂપિયા આપ્યા. જ્યારે 2014 થી 2024 સુધી મોદીજીની સરકારે મહારાષ્ટ્રને 10 લાખ કરોડ રૂપિયાથી વધુ આપ્યા હતા.

આ પણ વાંચો…..Maharashtra Election 2024: પીએમ મોદીના “એક હે તો સેફ હે” ના નિવેદન પર ઓવૈસીએ કર્યા પ્રહાર , કહી આ વાત

તેમણે વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે રામ મંદિરનો વિરોધ કરનારાઓની સાથે છે. ઉદ્ધવ ઠાકરે કલમ 370 હટાવવાનો વિરોધ કરનારાઓની સાથે છે. રાહુલ ગાંધીએ બંધારણનું અપમાન કર્યું છે. તેણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. તેમણે વીર સાવરકર વિશે કંઈક સારું કહેવું જોઈએ.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. આ પછી 23 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે.

આ સ્ટોરીમાં આપને update આપતા રહીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker