ગામડામાં જ નહીં, હવે તો શહેરોમાં પણ ઉગાડવામાં આવે છે ફળ ને શાકભાજીઓ
ફોકસ -અનંત મામતોરા
વીસમી સદીમાં એવી વ્યવસ્થા હતી કે ગામડાઓમાં ખેતી કરવામાં આવતી તોે શહેરોમાં ઔદ્યોગિક, ઉત્પાદન અને વેપાર પર ધ્યાન આપવામાં આવતું હતું. પણ હવે શહેરોમાં ઉગાડવામાં આવે છે ફળો અને શાકભાજીઓ. શહેરમાં વસતાં લોકોને અનાજ, શાકભાજીઓ અને ફળો માટે ગામડાની ઉપજ પર આધાર રાખવો પડે છે. જોકે ધીમે ધીમે જરૂરિયાતો વધવા માંડી છે. શહેરમાં તાજી અને શ્રેષ્ઠ દરજ્જાની આ વસ્તુઓ મળવામાં મુશ્કેલીઓ આવવા લાગી છે.
Also read: ડોનલ્ડ ટ્રમ્પની જીત અમેરિકનોની ખરી માનસિકતા છતી થઈ ગઈ છે !
શહેરીવાસીઓની જરૂરિયાતોની સરખામણીએ ગામડામાંથી આવતી ચીજ-વસ્તુઓ ઓછી આવતી હતી. વાત કરીએ ક્યૂબાની રાજધાની હવાનાની તો તેમણે શહેરની ખેતીનો એક નવો પ્રયોગ ૮૦ના દાયકામાં શરૂ કર્યો હતો. એના થોડા દિવસો બાદ અમેરિકામાં પણ આ પ્રયોગે તેજી પકડી હતી. એનું પરિણામ એ આવ્યુ કે આજે વિશ્ર્વના લગભગ ૮૦ કરોડ લોકો માટે શાકભાજીઓ અને ફળો મોટાભાગે શહેરોમાં ઊગાડવામાં આવે છે. કૃષિ સાથે જોડાયેલા સંગઠન વિશ્ર્વ ખાદ્ય સંગઠનનું આ અનુમાન છે. ૧૮ ટનથી પણ વધુ માત્રામાં ફળો અને શાકભાજીઓ શહેરની અંદર ઊગાડવામાં આવે છે.
Also read: ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૨
આ મામલો શહેર વર્સીસ ગામ નથી. આ તો જરૂરિયાતો અને સુવિધાઓને સુધારવા માટેની પહેલ છે. આધુનિક જીવનશૈલીને કારણે શેહરોમાં વધતી ખેતીના અનેક ફાયદા છે. શહેરોમાં ખેતી થવાથી અહીંના લોકોને તાજા ફળો અને શાકભાજીઓ વહેલીતકે મળે છે. સાથે જ પર્યાવરણ પણ સારુ રહે છે.
શહેરોમાં જ ખેતી થતી હોવાથી પરિવહનનો ખર્ચ બચી જાય છે. એનાથી કાર્બન ઉત્સર્જન પણ ખૂબ ઓછુ થાય છે. શહેરમાં થતી ખેતીનો ફાયદો એ પણ છે કે એમાં નવી નવી ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં જળ અને જમીન બન્નેનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
વર્ટિકલ ફાર્મિંગમાં ઓછી જમીન અને હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગમાં ઓછા પ્રમાણમાં પાણીનો વપરાશ થાય છે. આવી રીતે બન્ને સંસાધનોનો મયાદિત ઉપયોગ થાય છે, જે આજના સમયમાં ખૂબ જરૂરી છે.
શહેરોમાં કરવામાં આવતી ખેતીથી સ્થાનિય સ્તર પર રોજગારની તકો ઊભી થાય છે. જેથી કરીને શહેરમાં રહેતા નબળા વર્ગના લોકોને નિયમિત આવકની સાથે રોજગાર પણ મળી રહે છે. એનાથી તેમનો આર્થિક વિકાસ પણ થાય છે. શહેરોમાં ખેતીથી ટકાઉ અને સ્વચ્છતાને પણ પ્રોત્સાહન મળે છે. લોકોને જૈવિક અને તાજુ ભોજન મળે છે. એકવીસમી સદીમાં ખૂબ ઝડપથી ઇનોવેશન અને રિસર્ચ કરવામાં આવે છે. એનાથી શહેરની ખેતીમાં એનો પ્રયોગ સરળતાથી થાય છે. તો બીજી તરફ પ્રયોગશાળામાં કરવામાં આવતી નવી નવી શોધો ગામડાં સુધી પહોંચવામાં ઘણું મોડું થઈ જાય છે. એથી શહેરમાં નવી શોધોને પરખવાની તક ઝડપી મળે છે. એથી એવું માનવામાં આવે છે કે કૃષિનું ભવિષ્ય ગામડાઓમાં નહીં, પરંતુ શહેરોમાં વધુ ઉજ્જવળ છે.
Also read: ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!
શહેરોમાં જે પ્રકારે લોકસંખ્યા વધી રહી છે. એને જોતાં શહેરોમાં મોટા ભાગે ખાદ્ય પદાર્થોની માગ વધી રહી છે. એથી શહેરોમાં થતી ખેતીને કારણે લોકોની માગ સરળતાથી પૂરી કરી શકાય છે. સાથે જ ગામડામાંથી શહેરમાં ઉત્પાદન પહોંચાડવાનો ખર્ચ પણ ઘટી જાય છે.
શહેરની ખેતીનો એક મોટો ફાયદો જળવાયુ પરિવર્તન અને પર્યાવરણમાં થતી હાનિને ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે ગ્લોબલ વોર્મિંગ પર પણ નિયંત્રણ આવે છે. પારંપરિક ખેતીની સરખામણીમાં શહેરોમાં જે નવી ટૅક્નિકથી ખેતી થાય છે એમાં નેવુ ટકા ઓછા પાણીનો ઉપયોગ થાય છે. જેનાથી જળ-સંકટ ટળે છે.
શહેરમાં ખેતી કરવાથી જે મોટાપાયે ઘરમાંથી કચરો નીકળે છે એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સ્થાનિય સ્તરે ઊગાડવામાં આવેલા શાકભાજીઓ અને ફળો પૌષ્ટિક હોય છે. એનાથી અનેક બીમારીઓને કાબૂમાં લેવામાં મદદ મળે છે. સાથે જ હૃદયરોગ અને ડાયાબિટીસની શક્યતા પણ ઘટે છે.
Also read: આ ચોપડા પૂજને બ્રાન્ડનો સાથિયો કરજો…!
શહેરોમાં જે પ્રકારે કમ્યુનિટી ગાર્ડન, સિટી ફાર્મ્સ અને અર્બન ગ્રીન હાઉસ વિકસિત થાય છે. એ સાથે જ લોકોમાં ખેતી અને પર્યાવરણ પ્રત્યે પણ સજાગતા આવે છે.