હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ મલવાડા (હાલ મલાડ)ના ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૯૧) તે સ્વ. લલ્લુભાઈ કીકાભાઈના ધર્મપત્ની. તે ગં. સ્વ. રમીલાબેન, જશુબેન, સ્વ. નલિનભાઈ, અનિલાબેન, સંગીતાબેનના માતુશ્રી. તે સ્વ. કાંતિલાલ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈના સાસુ તા. ૭-૧૧-૨૪ ગુરુવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૧-૧૧-૨૪ સોમવારના ૩ થી ૫. નિવાસસ્થાન: ૭૦૫- સિદ્ધિવિનાયક સોસાયટી, કાઠિયાવાડ ચોક, રાણી સતી માર્ગ, લક્ષ્મી નારાયણ મંદિરની સામે, મલાડ (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા મોઢ માંડલિયા વણિક
સનખડા નિવાસી હાલ બોરીવલી સ્વ. બાલુભાઇ નરોતમદાસ શાહના સુપુત્ર ગીરીશ શાહ (ઉં. વ. ૬૩) તે શુક્રવાર, તા. ૮-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. તે ગોરલબેન અને નિરાલીબેનના પિતાશ્રી. તે સંકેતકુમાર અને ચિરાગકુમારના સસરા. તે નાનાલાલ હરખલાલ પારેખના જમાઇ. તે નવીનભાઇ, કૈલાસબેન દીનેશકુમાર શાહ, દીપકભાઇ, પ્રવિણાબેન ભરતકુમાર શેઠ અને દીનેશભાઇના ભાઇ. તે ઉષાબેન, પ્રિતીબેન, ભાવનાબેનના જેઠ. તેમની પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.એ/૧૨, રૂમ. નં.૧૦૧, યોગી સ્વામી કો-ઓ. સોસાયટી, યોગી ગાર્ડનની સામે, યોગીનગર બોરીવલી (વેસ્ટ).
લોહાણા
પોરબંદર નિવાસી, હાલ ખાર (પશ્ર્ચિમ) પ્રફુલ્લાબેન કૃષ્ણરાજ ઠાકુર (ઉં. વ. ૬૭)નો ગૌલોકવાસ શનિવાર, ૯-૧૧-૨૪ના થયેલ છે. તે ગૌ.વા. લીલાવંતી મથુરાદાસ રંગીલદાસ સવજાણીના દીકરી. તે પ્રદીપ સવજાણી, ભાવનાબેન અજિતભાઈ વજાણી, સાધનાબેન રાજેન્દ્ર ઠાકુરના બહેન. તે નિહારીકા પુનિત પટેલ, નયનના માતુશ્રી. તે ભાવના (ભારતીબેન), પુષ્પકાંત દત્તા, રાજેન્દ્ર ઠાકુરના ભાભી. તે અરૂણભાઈ, પ્રતાપસિંહ, જગદીશચંદ્રના નાના ભાઈના પત્નીની પ્રાર્થનાસભા સોમવાર, ૧૧-૧૧-૨૪, એમએમ પ્યુપિલ્સ સ્કૂલ, બીજો રોડ, રામકૃષ્ણ નગર, ખાર (વેસ્ટ). ૫ થી ૭.
હાલાઇ લોહાણા
મૂળ કરાચીવાળા હાલ મલાડ તે સ્વ.પુષ્પાબેન તથા સ્વ.ધીરજલાલ મોરારજી ખખ્ખરના પુત્રવધૂ. જગદીશભાઈના પત્ની મીનુબેન (ઉં. વ. ૬૪) તે સ્વ.દિલીપભાઈ સચદે, સ્વ.સરલાબેન સચદેની સુપુત્રી. સચિન સચદેની બહેન. અવનીની માતા. સ્વ. તરુણભાઇ – સ્વ.લક્ષ્મીબેન. અરુણ – બીના. પ્રદીપ – નિયતિ. જનક – લીના. સ્વ. અજય – સોનાલીના ભાભી. તા.૮/૧૧/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૧/૧૧/૨૪ સોમવારે ૫ થી ૭. : પી ડી ખખ્ખર હોલ. અસ્પી ઓડિટોરીયમ. લક્ષ્મીનારાયણ કોમ્પ્લેક્સ.માર્વે રોડ. મલાડ વેસ્ટ.
બાલાસિનોર દશા નીમા વણિક
વિજયભાઈ દેસાઈ (ઉં. વ. ૭૯) તે ગીતાબેનના પતિ. સ્વ.સુશીલાબેન મોહનલાલ દેસાઈના પુત્ર. સ્વ.સુશીલાબેન ભીખાલાલ કડકિયાના જમાઈ. નમિતા, ખ્યાતિ, રાધિકાના પિતા. મનીષ તથા અભિજીતના સસરા. આર્યન, આન્યા, રીયા, અમાયરાના નાના. ૭/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૧/૧૧/૨૪ના ૫ થી ૭. પાટીદાર સમાજ, ગામદેવી મુંબઈ. લૌકિક પ્રથા બંધ છે.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ કુકડિયા, હાલ વિલેપાર્લા હેમંત ઉપેન્દ્રભાઈ ત્રિવેદી (ઉં. વ.૫૭) તે જીજ્ઞાબેનના પતિ. પુષ્પક અને શિવમ્ના પિતાશ્રી. શારદાબેનના પુત્ર. આશિષના નાનાભાઈ. સ્વ.ભાલચન્દ્રભાઈ, સ્વ.અરવિંદભાઈ, સ્વ.વિજયાબેન જાનીના ભત્રીજા. સ્વ. દિનેશભાઈ અને કુસુમબેન આચાર્ય (જીંઝવા)ના જમાઈ, તા ૦૬/૧૧/૨૪ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૧/૧૧/૨૪ના સોમવારે ૫થી ૭. અમૃતબાગ હૉલ, બજાજ રોડ, વિલે પાર્લા (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
નાયક ભોજક વ્યાસ ત્રગાળા ઔદિચ્ય બ્રાહ્મણ
ગં. સ્વ.નિર્મળા ઘનશ્યામ નાયક (ઉં. વ.૭૧) ગુરૂવાર ૭-નવેમ્બર-૨૦૨૪ની શ્રીજીચરણ પામ્યા છે. પુત્રી ભાવના, તેજલ, પુત્ર વિકાસ, પુત્રવધૂ અમી અને પૌત્રી – પૌત્ર નમ્યા – હિતાર્થ, પ્રાર્થનાસભા રવિવારે તારીખ ૧૦-નવેમ્બર-૨૦૨૪ ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ હોલ, એસ. વી. રોડ, શંકરમંદિર સામે, રેલવે સ્ટેશન નજીક, કાંદિવલી પશ્ર્ચિમ.
દશા સોરઠિયા વણિક
રાજાપરા નિવાસી હાલ મસ્કત સ્વ. બાબુભાઈ અને સ્વ. શાંતાબેન બાબરીયાના પુત્રવધૂ તથા જગદીશભાઈ બાબરીયાના ધર્મપત્ની રેખાબેન તા. ૦૮-૧૧-૨૪ (ઉં. વ. ૬૯) શ્રીજીચરણ પામેલ છે. સ્વ. પ્રવિણચંદ્ર અને સ્વ. રંજનાબેનના ભાભી. સ્વ.ચંદુલાલ અને સ્વ.નિર્મલાબેન પારેખના સુપુત્રી. તુષાર અને ઝંખનાનાં માતુશ્રી, પ્રિતી અને સંદીપના સાસુ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છ કડવા પાટીદાર
સ્વ.પાર્વતીબેન વિરજીભાઈ પટેલ (નાકરાણી) (ઉં. વ. ૯૮) શ્રદ્ધાંજલિ સભા સોમવાર તા.૧૧/૧૧/૨૪ના ૪થી ૫-૩૦ . પાટીદાર વાડી, એલ બી એસ માર્ગ, ઘાટકોપર વેસ્ટ. શ્રી વિરજીભાઈ, કનુભાઈ, હરેશભાઈ અને હિતેશભાઈ.
મેઘવાળ
ગામ વનાળી હાલ મુંબઇ (વાલપખાડી)ના ગં. સ્વ. જવલબેન જાદવ (ઉં. વ. ૮૦) તે સ્વ. મયાભાઇ પ્રેમજી જાદવના ધર્મપત્ની. ખાખડીયા કુટુંબના દિકરી. સોસા કુટુંબના ભાણેજ. તે તા. ૧-૧૧-૨૪ના રામશરણ પામેલ છે. તે રમણિક, લક્ષ્મણ, તુલસી, જયા, જમનાના માતુશ્રી. કુંવરબેનના જેઠાણી. વીણા, હંસા, મંજુલાના સાસુ. તેમનું કારજ (બારમા)ની વિધિ તા. ૧૧-૧૧-૨૪ના ૪ કલાકે, વન ઇંડીયા ટાવર પટાગણ, શિવદાસ ચાંપશી માર્ગ, નૂરબાગ ડોંગરી, મું-૯.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગોલ નિવાસી હાલ કાંદિવલી સ્વ. દયાશંકર નરસિંહજી ત્રિવેદીના પત્ની ગં. સ્વ. લક્ષ્મીબેન (ઉં. વ. ૭૮) તા. ૮-૧૧-૨૪ના દેવલોક પામેલ છે. તે નંદા અને ગીતાના માતુશ્રી. જયેશ મધુકાંત ઠક્કરના સાસુ. ધ્રુવના નાની. ગં. સ્વ. ગોદાવરીબેન ધરમદત ત્રિવેદીના દેરાણી. સ્વ. મદનભાઇ, સ્વ. દક્ષાબેન, નયનાબેન, નીતાબેન, ગં. સ્વ. સંગીતાબેનના કાકીસાસુ. તેમ જ ગોલ નિવાસી સ્વ. છોગાલાલ શાંકલેશ્ર્વરજી દવેના પુત્રી. બન્ને પક્ષની સાદડી તા. ૧૦-૧૧-૨૪ને રવિવાર રોજ સાંજે ૪થી ૬. ઠે. કેવલ બાગ ટ્રસ્ટ હોલ, કિલાચંદ રોડ, ફલાયઓવર બ્રિજની નીચે કાંદિવલી (પશ્ર્ચિમ).
મોડાસા એકડો દશા ખડાયતા વણિક
બાયલઢાખરોલ નિવાસી સ્વ. છોટાલાલ ચુનીલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. તારાબેન (ઉં. વ. ૯૩) ૮-૧૧-૨૪ને શુક્રવારે શ્રીજીશરણ પામેલ છે. તે અમૃતભાઈ, ભરતભાઈ, મીનાબેન, ભાનુમતીના માતુશ્રી. તે સ્વ. નિરૂપમાબેન, વીણાબેન, હસમુખલાલ અને પરેશભાઈના સાસુ. તે પુનમ સચીનભાઈ મોદી, પૂર્વી કૃણાલભાઈ પટેલ અને તુષારભાઈના દાદીમા. તે સ્વ. દલસુખદાસ, સ્વ. રમણલાલ, સ્વ. ભોગીલાલ, સ્વ. કેશવલાલ, સ્વ. મંગળદાસ, સ્વ. સમરતબેન, સ્વ. મણીબેનના બહેન. પ્રાર્થનાસભા ૧૧-૧૧-૨૪ના ૩.૩૦ થી ૫.૩૦ લોહાણા મહાજનવાડી, આગ્રા રોડ, રામદેવ હૉટલ નજીક, કલ્યાણ વેસ્ટ. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
હાંસોઠવાળા હાલ વિલેપાર્લે ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૮૨) તે સ્વ. ગટુભાઇ સુંદરલાલ મઝમુદારના ધર્મપત્ની. તે અ. સૌ. રુજુતા જનક ભાલરીઆ તથા અ. સૌ. રીના અપૂર્વ મહેતાના માતુશ્રી. તે સ્વ. ભાનુબેન વીરેનભાઇ શાહ, સ્વ.યામીનીબેન જગદીશભાઇ શાહ, નાનકીબેન તથા ભારતીબેન છોટાલાલ શાહના બહેન. તે ચિ. હૃદય તથા ચિ. અનૌષ્કાના નાની. તે સરોજબેન જગદીશભાઇના જેઠાણી. સ્વ. સર્મિષ્ઠા ભુપેન્દ્રભાઇના દેરાણી તા. ૬-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.
હાંસોટ દશા શ્રીમાળી વણિક
મયુર સુંદરલાલ મોદી (ઉં. વ. ૮૨) તે સ્વ. લક્ષિતા મોદીના પતિ. પાર્થ અને નીપા જોય શાહના પિતા. તેજલ મોદીના સસરા. પલક, કિસ અને જનયના નાના-દાદા. તા. ૮-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૪ના રવિવારના તેમના નિવાસસ્થાને સાંજે ૫થી ૭. ઠે. એ/૭૦૩, ઝી તુલસી, દાદાભાઇ રોડ નં-૩, વિલેપાર્લે (વેસ્ટ).
કચ્છ વાગડ લોહાણા
ગામ અધોઇ હાલ મઝગામ મુંબઇના ગં. સ્વ. ભચીબાઇ ગાંગજી રૈયાના સુપુત્ર અમૃતલાલ (ઉં. વ. ૮૭) તા. ૮-૧૧-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે દેવેન્દ્ર, દુર્ગેશ, રાકેશના પિતાશ્રી. જયોત્સના, ધર્મિષ્ઠા, મીનાના સસરા. સ્વ. મુલજીભાઇ, સ્વ. વાલજીભાઇ, ગં. સ્વ. બચુબેન, ગં. સ્વ. નર્મદાબેનના નાના-ભાઇ. સ્વ. લવજીભાઇ ખેતશીભાઇ પોપટના જમાઇ. જીગીશા, મેઘા, કેયુરી, આયુષ તથા ધ્વીતીના દાદા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૦-૧૧-૨૪ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, દરિયાસ્થાન સ્ટ્રીટ, વડગાદી, મસ્જિદ બંદર, લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક સમાજ (વૈષ્ણવ)
ઉના નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પુષ્પાબેન અમૃતલાલ શાહના સુપુત્ર કુલીનભાઇ (ઉં. વ. ૬૭) તે અરુણાબેનના પતિ. તે ઇશાની જીજ્ઞેશ ગોહિલ, મનાલી મૌલિક શાહ અને મીરા પ્રણય કોઠારીના પિતાશ્રી. દિપકભાઇ તથા વીણાબેન જતીન મોદીના ભાઇ. સ્વ. કલ્પનાબેનના જેઠ. સીમર નિવાસી સ્વ. ચંપકલાલ નંદલાલ શાહના જમાઇ. તા. ૮-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૦-૧૧-૨૪ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. સ્વામી નારાયણ મંદિર સરિતા પાર્ક, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.