આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કોંગ્રેસે ગામડાંઓ તરછોડતાં ગરીબી ન ઘટી એવો ગડકરીનો આક્ષેપ…

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે કોંગ્રેસ પર ગ્રામીણ ભારતને પ્રાથમિકતા ન આપવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે જો ગામડાઓમાં ગરીબી ઓછી હોત તો ખેડૂતો આત્મહત્યાથી મૃત્યુ પામ્યા ન હોત.

આ પણ વાંચો : કોંગ્રેસ શાસિત રાજ્યો પાર્ટીના ‘શાહી પરિવાર’નાં એટીએમ, એમવીએ ભ્રષ્ટાચારનું પ્રતીક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

૨૦મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી પહેલાં વર્ધા જિલ્લાના અરવી ખાતે એક રેલીને સંબોધતાં ગડકરીએ કહ્યું હતું કે જેમણે પક્ષ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એ ભાજપ પાર્ટી નહીં કે વડા પ્રધાનની કે નહીં તેમની, એ તો કાર્યકર્તાઓની છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓનાં યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : ચૂંટણી જીતવા કૉંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે: સ્મૃતિ ઇરાની…

નાગપુરના સાંસદે પોતે જ્યારે કાર્યકર્તા હતા એ દિવસોને યાદ કર્યા હતા. એ વખતે તેઓ વિદર્ભના પડોશી જિલ્લા વર્ધામાં સ્કૂટરમાં આવ-જા કરતા હતા. એ વખતે આ રિજિયનમાંથી ૬૨ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા. ભારતનાં ૭૫ વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસે ક્યારેય દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી નથી. ગામડાઓમાં ન તો રસ્તા હતા કે ન હતું પીવાનું પાણી.
(એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button