કૉંગ્રેસની ગેરંટીનો લાભ પ્રજા કેવી માણી રહી છે એ જોવા પધારો અમારાં રાજ્યોમાં…
મોદીના એટીએમ સહિતના આક્ષેપો પર કૉંગ્રેસશાસિત રાજ્યોના સત્તાધીશોનો જવાબ
મુંબઈ: પક્ષ જ્યારે સરકાર બનાવે છે ત્યારે એ રાજ્ય શાહી પરિવાર (રોયલ પરિવાર) માટે એટીએમ બની જાય છે અને એ ત્રણ રાજ્ય એટલે તેલંગણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના નામ લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને નિશાન બનાવ્યું હતું. કોંગ્રેસશાસિત તેલંગણા, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનો અને કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાને શનિવારે તેમનાં રાજ્યોમાં ચૂંટણી સંબંધિત વચનો પૂરાં કરવામાં આવતાં ન હોવાના ભાજપના આક્ષેપનો સખત વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : ચૂંટણી જીતવા કૉંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે: સ્મૃતિ ઇરાની…
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન શિવકુમારે કહ્યું હતું કે કોંગ્રેસની કલ્યાણ ગેરંટીનો લાભ નાગરિકો કેવી રીતે મેળવી રહ્યા છે એ જોવા માટે મહાયુતિના નેતાઓએ અમારે ત્યાં આવવું જોઇએ.
તેલંગણાના મુખ્ય પ્રધાન રેડ્ડીએ કહ્યું હતું કે અમારી સરકારે રાજ્યમાં ૧૦ મહિનામાં ૫૦ હજાર યુવાનોને નોકરી આપી છે. તેમણે બીજી બાજુ એવું પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ પાસે ગર્વ કરવા જેવી કોઇ વાત નથી.
આ પણ વાંચો : રેલવે આ તારીખોએ દોડાવી રહી છે સ્પેશિયલ ટ્રેન, મતદારોને પણ થશે ફાયદો…
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિન્દર સુખુએ કહ્યું હતું કે જૂની પેન્શન યોજના લાગુ કરવાના તેમની સરકારના નિર્ણયથી લોકોને ઘણો ફાયદો થયો છે. મહારાષ્ટ્રના લોકોએ એ નક્કી કરવું જોઇએ કે શું પૈસાના ઉપયોગથી સરકારને પછાડવી એ લોકશાહી છે.
(એજન્સી)