ભરુચ

Crime News: અંકલેશ્વરમાં CRPF કૉન્સ્ટેબલે શેરબજારમાં દેવું જઈ જતાં 8 વર્ષના બાળકનું અપહરણ કરી ખંડણી માંગી, હાથ-પગ બાંધીને કરી હત્યા

Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં 8 વર્ષના બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવાના આરોપમાં સીઆરપીએફના એક કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી શૈલેન્દ્ર રાજપૂતે બાળકનું અપહરણ કરીને તેના પિતા પાસેથી રૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી. શેરબજારમાં થયેલા નુકસાનના કારણે આરોપી દેવામાં ડૂબી ગયો હતો, તેમાંથી બહાર નીકળવા માટે તેણે આ પગલું ભર્યું હતું. શૈલેન્દ્ર રાજપૂતનું પોસ્ટિંગ ગ્વાલિયરમાં હતું.
પોલીસે જણાવ્યું કે, 8 વર્ષીય શુભમ રાજપાલ ગુરુવારે બપોરે આશરે 1.30 કલાકે લાપતા થયો હતો. ઘણી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, પોલીસને શનિવારે રાજપૂતના ઘરમાંથી બાળકની લાશ મળી હતી. તેના હાથ પગ બાંધેલા હતા અને મોં પર સેલો ટેપ મારેલી હતી.

આ પણ વાંચો: જોધપુરમાં બ્યુટિશિયનની હત્યા બાદ શબના ટુકડા કરી દાટી દેનારો મુંબઈમાં પકડાયો

પોલીસ અધિકારી મુજબ, રાજપૂતે બાળકને લલચાવી ફોસલાવી તેના ઘરે બોલાવ્યો હતો અને પરિવારજનો પાસેથી ખંડણી માંગવા બંધક બનાવી દીધો હતો. બાળક કંઈ કરી ન શકે તે માટે તેના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા અને મોં પર પણ ટેપ મારી હતી. અપહરણના ત્રણથી ચાર કલાકની અંદર જ બાળકનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. બાળકનું મોત થઈ ગયું છે તેમ જાણતો હોવા છતાં રાજપૂતે તેના પરિવારજનોને સંદેશો મોકલ્યો હતો અને પાંચ લાખની ખંડણી માંગી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં પૂર્વે રચાયું હતું Donald Trump ની હત્યાનું ષડયંત્ર, આ દેશ પર લાગ્યો આરોપ

પોલીસ અધિકારીએ જણાવ્યું, ખંડણીનો ફોન આવ્યા બાદ બાળકના પરિવારજનોએ પોલીસને માહિતી આપી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સીઆરપીએફ કોન્સ્ટેબલને ધરપકડ કરી હતી. આરોપીએ બાળકની હત્યા તો કરી નાખી હતી, પરંતુ પોલીસના સતત પહેરાના કારણે તે મૃતદેહનો નિકાલ કરવામાં અસમર્થ રહ્યો હતો, આથી પેટીમાં જ મૃતદેહ મૂકી રાખ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત તેનાં કરતૂત અંગે કોઈને શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker