સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવશે નજીક: દરિયામાં બનશે 30 કિલોમીટર લાંબો બ્રિજ
અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મુસાફરી કરનારા લોકોને સરકારની આ જાહેરાતથી ઘણી રાહત મળવાની છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રથી સુરત જવા માટે વાયા બગોદરા-તારાપુરથી થઈને લાંબી મુસાફરી કરવી પડે છે. જ્યારે હવે નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે, જેનાથી સૌરાષ્ટ્રથી દરિયો ઓળંગીને જ સીધું દક્ષિણ ગુજરાત પહોંચી જવાશે. ગુજરાતના દરિયામાં દેશનો સૌથી લાંબો 30 કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર થશે.
સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડનારા આ પ્રોજેક્ટ માટે કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે સર્વે કરવા માટે સબંધિત એજન્સીઓ પાસે બીડ મંગાવી છે. આ પ્રોજેક્ટ અમલી બનતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના પરિવહનમાં એક મોટું પરિવર્તન આવશે. આ પ્રોજેક્ટથી લોકોના સમયની સાથે સાથે કિંમતી અને મોંઘું એવું ઈંધણ પણ બચશે.
કયા છે બે પ્રોજેક્ટ:
કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ભારતમાલા પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્વારા દેશમાં 8 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાંથી બે પ્રોજેક્ટ ગુજરાતને ફાળે આવ્યા છે. આ બે પ્રોજેક્ટ પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી 248 કિલોમીટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે.
આપણ વાંચો: પાકિસ્તાનની ‘નાપાક’ હરકતઃ કાશ્મીરના ચીનાબ બ્રિજની જાસૂસીનો રિપોર્ટ…
જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે. એમાં દરિયામાં અંદાજે 30 કિલોમીટર લાંબો બ્રિજ પણ બનશે. બંને પ્રોજેક્ટ મળી કુલ 316 કિલોમીટરનો લાંબો નવો એક્સપ્રેસ-વે (કોરિડોર) બનશે, જોકે જામનગરથી રાજકોટ અને રાજકોટથી ભાવનગર હાલના રૂટને રિનોવેટ કરીને પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે કે રૂટમાં ફેરફાર કરાશે એની વિગત પણ હજી મળી શકી નથી.
આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને સુરત તથા મુંબઈ સુધીનું અંતર ઘટી જશે. હાલ સૌરાષ્ટ્રથી સુરત જવું હોય તો વાયા બગોદરા કે વડોદરા થઈને જવું પડે છે. આ ટ પર જામનગથી સુરત સુધીનું અંતર અંદાજે 527 કિલોમીટર જેટલું થાય છે. હવે જો નવો જામનગર-ભાવનગર-ભચ એક્સપ્રેસવે બની જશે તો જામનગર અને સુરત વચ્ચેનું અંતર ઘટીને 392 કિલોમીટર થઈ જશે.
એ જ રીતે રાજકોટથી સુરત વચ્ચે હાલ અંદાજે 436 કિમીનું અંતર છે, એ 117 કિમી ઘટીને 319 કિમી જેટલું રહી જશે. જ્યારે સોમનાથથી વાયા વડોદરા થઈને સુરત જતા હાલ 627 કિમી અંતર થાય છે, એ 215 કિમી ઘટીને માત્ર 412 કિમી જેટલું જઈ જશે