તેલંગણાની જેમ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં થશે જાતી આધારિત જનગણના: રાહુલ ગાંધી
નવી દિલ્હી: તેલંગણામાં જાતી આધારિત જનગણના શરૂ કરાઇ છે ત્યારે આ તકનો લાભ લઇ કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પડકાર ફેંકતા કહ્યું હતું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં પણ આ રીતે જ વસતી ગણતરી શરૂ કરાશે.
તેલંગણામાં થઇ રહેલી જનગણનાનો વીડિયો એક્સ પર શેર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કૉંગ્રેસ અનામતની પચાસ ટકાની મર્યાદા દૂર કરશે.
‘મોદીજી, તેલંગણામાં શનિવારથી જાતી આધારિત જનગણના શરૂ થઇ છે. અમે આ જનગણના ડેટા લઇને સમાજના દરેક વર્ગના વિકાસ માટેની નીતિઓ બનાવીશું. મહારાષ્ટ્રમાં પણ ટૂંક સમયમાં આવું કરવામાં આવશે. દરેકને ખબર છે કે ભાજપ દેશમાં વિસ્તૃત વસતી ગણતરી કરાવવાના પક્ષમાં નથી.
આપણ વાંચો: રાહુલ ગાંધી કે તેમના વંશજો કલમ 370 ને પુન:સ્થાપિત કરી શકશે નહીં: અમિત શાહ…
હું મોદીજીને સ્પષ્ટ કહેવા માગુ છું કે તમે દેશમાં વિસ્તૃત જનગણના કરાવવાને રોકી નહીં શકો. અમે જાતી આધારિત જનગણનાને સંસદમાં પાસ કરાવીશું અને અનામતની પચાસ ટકાની મર્યાદા પણ દૂર કરીશું’, એમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.