Railways: રેલવે સ્ટેશનો પર ફરી વધી ભીડ, મુસાફરોએ રાખવું પડશે આ ધ્યાન
Indian Railway News: દિવાળી અને છઠની રજા ખતમ થઈ ગઈ છે. આ સ્થિતિમાં યુપી, બિહાર, દિલ્હી ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં મુસાફરો પરત ફરી રહ્યા છે. રેલવેએ મુસાફરોને કોઈ પરેશાની ન થાય તે માટે સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી છે. પરંતુ હવે ફરીથી સ્ટેશનો પર લોકોની ભીડ થવા લાગી છે, જેના કારણે ક્રાઉડ મેનેજમેન્ટ કરવું રેલવે માટે મોટો પડકાર બની ગયો છે.
રેલવે સ્ટેશનો પર થનારી ભીડને લઈ ભારતીય રેલવેએ ઝોન અને ડિવીઝનના મુસાફરોને સહાયતા માટે નિર્દેશ આપ્યા છે. રેલવેના અધિકારીઓનું કહેવું છે કે તમામ મંડળના પ્લેટફોર્મ, એફબીઓ તથા આસપાસના વિસ્તારોમાં ભીડને નિયંત્રિત કરવા માટે વ્યાપક ઉપાય કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: રેલવે આ તારીખોએ દોડાવી રહી છે સ્પેશિયલ ટ્રેન, મતદારોને પણ થશે ફાયદો…
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારથી મુસાફરોની પરત ફરવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે, મોટાભાગના મુસાફરો રવિવાર અને સોમવારે પરત ફરશે તેવી અપેક્ષા છે. મોટાભાગના મુસાફરોને શનિવાર અને રવિવારે પરત ફરવાની ટિકિટ મળી ગઈ છે. આવી સ્થિતિમાં રવિવાર અને સોમવારે સ્ટેશન પર વધુ ભીડ થવાની ધારણા છે. શનિવારે સ્ટેશનો પર પણ ભીડ જોવા મળી હતી. મોટાભાગના મુસાફરો શુક્રવારે પોતાના ગંતવ્ય સ્થળથી રવાના થઈ ગયા હતા.
Ensuring safe and smooth travel for families to unite this festive season pic.twitter.com/HVeYRxyGAh
— Ministry of Railways (@RailMinIndia) November 9, 2024
રેલવેએ મુસાફરોની સલામત અને સુવ્યવસ્થિત અવરજવર માટે તમામ સ્ટેશનો પર પૂરતા પ્રમાણમાં કોમર્શિયલ અને આરપીએફ સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય રેલવે સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પર ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવશે. મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને, પ્લેટફોર્મ પર પરત ફરનારાઓની ભીડ ઘટાડવા માટે જીઆરપી સાથે સંકલન કરીને પ્લેટફોર્મ પર દેખરેખ રાખવા માટે આરપીએફ પોસ્ટ પ્રભારીઓને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જય ગિરનારીઃ જૂનાગઢની પરિક્રમા માટે રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન
સ્ટેશન પરિસરમાં ભીડનું મેનેજમેન્ટ સીસીટીવીની મદદથી કરવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્ટેશનો પર મુસાફરોની અવરજવર પર નજર રાખવામાં આવશે.