જય ગિરનારીઃ જૂનાગઢની પરિક્રમા માટે રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન
જૂનાગઢઃ જૂનાગઢ સ્થિત ગિરનાર પર્વતન પરિક્રમા એટલે કે લીલી પરિક્રમા 12 નવેમ્બરથી શરૂ થાય છે. હજારો ભકતો અહીં આવશે અને પ્રકૃતિના ખોળે ઈશ્વરને ભજશે. ત્યારે જૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે અને બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. તો જાણી લો વિગત અને ફટાફટ કરાવો બુકિંગ.
આ પણ વાંચો: નર્મદા પરિક્રમા પથનાં શિવાલયોમાં શિવનો સંસર્ગને આધ્યાત્મિક અનુભવ એ જ ખરી યાત્રા
(1) ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવશે.
(2) ટ્રેન નંબર 09555 ગાંધીગ્રામ-વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવશે.
(3) ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 વાગ્યે ઉપડશે અને બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. એ જ રીતે, બદલામાં, ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે દોડશે.