Kangana Ranautના નજીકના વ્યક્તિનું થયું નિધન, પોસ્ટ કરી આપી માહિતી….
અભિનેત્રીમાં રાજકારણી બનેલી કંગના રનૌત (Kangna Ranaut) પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. કંગનાએ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આઠમી નવેમ્બરના નાનીના નિધનના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા.
કંગનાએ પોતાના પોસ્ટમાં જણાવ્યું હતું કે થોડાક દિવસ પહેલાં નાની પોતાના રૂમની સફાઈ કરી રહી હતી એ સમયે જ તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને એના કારણે જ છેલ્લાં કેટલાક સમયથી બેડ પર જ હતા. આ પોસ્ટ સાથે કંગનાએ નાની સાથેના પોતાના કેટલાક ફોટો પણ શેર કર્યા છે.
કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ દુઃખદ સમાચાર શેર કર્યા હતા અને લખ્યું હતું કે ગઈકાલે રાતે મારી નાની ઈંદ્રાણી ઠાકુરજીનું નિધન થયું. આખો પરિવાર તેમના નિધનથી શોકમાં સરી પડ્યો છે. તેમને આ હાલતમાં જોવા ખરેખર ખૂબ જ દુઃખદ છે. તેમના માટે પ્રાર્થના કરજો.
કંગના રનૌતે પોતાની નાની અને એમની સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર જણાવી હતી. કંગનાએ પોતાની પોસ્ટમાં લખયું હતું કે માનાની એક અસાધારણ મહિલા હતી અને એમને પાંચ સંતાન હતા.
આપણ વાંચો: કંગના રનૌતે ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ આપ્યા અભિનંદન, એક રસપ્રદ ફોટો પણ શેર કર્યો
નાનાજી પાસે મર્યાદિત સંસાધનો હતા તેમ છતાં તેમણે એક વાતની ચોકસાઈ રાખી કે તેમના દરેક સંતાન સારી શૈક્ષણિક સંસ્થામાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે. એટલું જ નહીં પણ તેમણે એ વાત પર પણ ભાર આપ્યો હતો કે તેમની પરિણીત દીકરીઓએ પણ કામ કરવું જોઈએ, કરિયર બનાવવું જોઈએ. તેમની દીકરીઓને પણ સરકારી નોકરી મળી જે એ સમયે દુર્લભ ગણાતું હતું.
કંગનાએ આગળ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અમે અમારી નાનીજીના ખૂબ જ આભારી છીએ. મારી નાનીની ઉંમર 100 વર્ષથી ઉપર હતી અને તેમ છતાં તે પોતાના તમામ કામ કરતી હતી. મારી નાની હંમેશા મારા ડીએનએ અને યાદમાં રહેશે. ફેન્સ કંગનાની આ સ્ટોરી પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.