સંજય રાઉત અને રાજ ઠાકરે વચ્ચે તડાફડીઃ જનતાના મુદ્દા બાજુએ ને…
મુંબઈઃ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ગંદી ભાષાનો ઉપયોગ કરવા બદલ સાંસદ સંજય રાઉતની ટીકા કરી હતી ત્યારે રાઉતે હવે તેના પર ટીકાસ્ત્ર છોડ્યું છે. સંજય રાઉત કહ્યું કે રાજ ઠાકરે બોલતા હોય ત્યારે તેમને બોલવા દો. ભાજપના નાદે લાગલો માણસ બીજું શું કરી શકે. જેઓ મહારાષ્ટ્રના દુશ્મનો છે, લૂંટફાટ કરી રહ્યા છે તેમની સામે લડવાનું પણ એક શસ્ત્ર છે ભાષા. બાળાસાહેબ ઠાકરેએ અમને શિખ્યું છે કે જેને જેવી ભાષા સમજાય તેને તેવી ભાષામાં જવાબ આપવો.
Also read: બારામતીમાં મોદીને ચૂંટણીસભા સંબોધવા બોલાવશે અજિતદાદા?
રાજ ઠાકરે જાણે છે કે મેં મારા જીવનનો મોટાભાગનો સમય બાળાસાહેબ સાથે વિતાવ્યો છે. મારે કઈ ભાષા ક્યારે વાપરવી, શું લખવું, શું બોલવું, જો તે રાજ ઠાકરે હોય તો હું રાઉત છું તેણે મને પાઠ ભણાવવાની જરૂર નથી. સંજય રાઉતે જવાબ આપ્યો કે રાઉતને બાળાસાહેબે બનાવ્યા હતા. સંજય રાઉતે કહ્યું, સત્ય એ છે કે આજે મહારાષ્ટ્રના ઘણા મતવિસ્તારો પર ગુંડાઓનું શાસન છે. રાજ ઠાકરેને તેના વિશે વાત કરવા દો.
Also read: મહારાષ્ટ્રમાં અમિત શાહ ગર્જ્યા, હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થયો એમ…
કટેંગે તો બટેંગેના સૂત્ર તરફ ઈશારો કરતા રાજ ઠાકરેએ કહ્યું કે મોદી કહે છે કે એક હૈ તો સેફ હૈ. પરંતુ મોદીના શાસનકાળમાં કોઈ સુરક્ષિત નથી. તેમણે મોદી પર આક્ષેપો કરતા કહ્યું હતું કે તેમણે જ અમારા અને એનીપીમાં ફૂટ પડાવી છે અને અમારા કુટુંબો તોડ્યા છે.
Also read: ‘મહાયુતિ’ની એકતામાં સંકટ?: નવાબ મલિક માટે અજિત પવારનું સ્ટેન્ડ જાણી લો?
જોકે આ પહેલીવાર નથી કે બન્ને નેતાઓએ એકબીજા સામે આક્ષેપો કર્યા હોય, પરંતુ ચૂંટણી સમયે રાજ્યની નજતા નેતાઓના કેન્દ્રમાં હોવી જોઈએ, જે લગભગ તમામ પક્ષો ભૂલી ગયા છે