વીક એન્ડ

કેરેરા: ઘેટાં નો ગાયોના ટાપુ ની પરિક્રમા…

અરાઉન્ડ ધ વર્લ્ડ- પ્રતીક્ષા થાનકી

જ્યાં સુધી સ્કોટલેન્ડ પહોંચ્યાં ત્યાં સુધી મેં માત્ર એડિનબરા ફ્ર્ન્જિનું રિસર્ચ કરેલું. કુમારે ટ્રિપની શરૂઆતમાં આરગાયલ રિજનનું બુકિંગ કર્યું ત્યારે કલ્પના ન હતી કે ત્યાં આ સ્તરનું સૌંદર્ય જોવા મળશે. પ્લાનમાં એક આખો દિવસ બ્ોન ન્ોવિસની ટોચ પર પહોંચવાનું તો હતું જ. જોકે જે બ્ો દિવસ દરમ્યાન બ્ોન ન્ોવિસનો ઓપ્શન ઓપન હતો, એ બંન્ો દિવસ ત્યાં વરસાદ હતો. વરસાદમાં પહાડ ચઢવાનું જોખમ તો લેવા જેવું ન હતું. 

Also read: ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?

બ્ોન ન્ોવિસ ભલભલા પ્રવાસીઓ અન્ો હાઇકર્સનાં બકેટ લિસ્ટ પર હોય છે. ત્ો ટ્રિપમાં અમે ત્ો ઇચ્છા પ્ાૂરી કરવાનાં હતાં. જોકે અંત્ો બન્યું એવું કે અમારે હજી કમસ્ોકમ એક વાર તો સ્કોટલેન્ડ ફરી બ્ોન ન્ોવિસ માટે આવવું જ રહૃાું. હજી એક વાર તો માત્ર આયલ ઓફ સ્કાયમાં જ રહેવાની ઇચ્છા છે. ક્યારેક ફારો ટાપુઓ તરફ ફેરી લઈન્ો નીકળી પડવું છે. સ્કોટલેન્ડ જાણે અનંત વેકેશનોની શક્યતાઓથી ભરેલું છે. એવામાં બ્ોન ન્ોવિસની કમી પ્ાૂરી કરવા માટે અમે લોકલ પ્ોપરના ટૂરિસ્ટ લિસ્ટ પર કેરેરા ટાપુના સ્ાૂચન પર પહોંચ્યાં. 

કેરેરા પહોંચવા માટે ઓબાનની બહારથી ફેરી લેવાની હતી. ફેરી માટે પહેલેથી જ ઓનલાઇન બુકિંગ કરવા માટે એપ્પ તો હતી, પણ કોઈ કારણસર બંન્ોના ફોન પર કામ નહોતી કરતી. અમે એકવાર ત્યાં પહોંચીન્ો જોઈ લઈશું એમ નીકળી પડ્યાં. ત્યાં નાનકડી સ્ટ્રિપ પાસ્ો ફેરી સ્ટેશન હતું. ત્યાં ટિકિટ ખરીદવાની કોઈ વ્યવસ્થા ન હતી. ટૂંકમાં ત્ો દિવસ્ો ફેરી ટિકિટ માત્ર ઓનલાઇન ખરીદવાનું જ શક્ય હતું.

Also read: ટ્રાયગ્લીસરાઈડ કઈ રીતે ઘટાડશો?

 ફેરી માટે લાઇન લાગી હતી. ફેરીમાં એક સાથે દસથી વધુ લોકો આવે ત્ોમ શક્ય ન હતું. ટચૂકડી ઓરેન્જ બોટમાં ઊભાં રહીન્ો જવાનું હતું અન્ો ફેરીન ક્ધડક્ટર પાસ્ો અમે અમારો એપ્પ પર ટિકિટનો પ્રશ્ર્ન લઈન્ો ગયાં. ત્ોણે તરત જ જોઈન્ો કહૃાું કે થોડાં ફોન મોડલ્સમાં એપ્પનું ટિકિટ ખરીદવાનું બટન છુપાઈ જાય છે, પણ ફોનન્ો હોરિઝોન્ટલ કરીન્ો પકડતાં જ બટન સાથે ટિકિટ ખરીદી શકાશે. અમે પણ એમ જ કર્યું. એકદમ રૂ જેવા વાળ અન્ો લાંબી દાઢીવાળો આ ક્ધડક્ટર શોખથી કામ કરતો હતો. ત્ો પછી ત્ોણે લાંબી વાર્તા સાથે સમજાવ્યું કે આ એપ્પ પર ટિકિટનો પ્રશ્ર્ન લાંબા સમયથી હતો. એક દિવસ ફેરીમાં કોઈ ઇન્ડિયન પ્રોગ્રામરે ત્ોન્ો આ પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવેલું. ત્યારથી એ જ્યારે પણ કોઈ ત્ોન્ો ટિકિટ માટે પ્ાૂછે ત્યારે આખી વાર્તા કરે છે. 

ટિકિટના ચક્કરમાં અમે સામે કેરેરા પહોંચી પણ ગયાં અન્ો રાઇડના વ્યુ માણવાનો મેળ ન પડ્યો. ત્યાં ફેરીની બહાર પગ મૂકતાની સાથે જ બકરીઓના શીટમાં પગ પડતાં પડતાં રહી ગયો. ત્ો પછી બાકીનો દિવસ સતત ઘેટાં, બકરીઓની લીંડીઓ અન્ો ગાયોના પોદળાથી બચીન્ો કોરી જગ્યામાં પગ મૂકવામાં વિત્યો હતો. 

ફેરી ડોક થઈ, અમે બહાર નીકળ્યાં અન્ો સામે પહેલું એક લાલ પબ્લિક ફોન બ્ાૂથ દેખાયું. ત્યાં પોસ્ટકાર્ડ અન્ો સુવિનિયર વેચાતાં હતાં. અહીં હાઇક માટે બ્ો સર્કિટ હતી. એક અડધી અન્ો બીજી આખી પરિક્રમા. 

અમે આખું ચક્કર મારવા ત્ૌયાર હતાં. ત્ોમાં અગિયારથી બાર કિલોમીટર ચાલવાનું હતું. વચ્ચે કોઈ ડીટૂર લઈએ ત્ો અલગ. પહેલેથી એ વિચારવાન્ો બદલે આ ટચૂકડા ટાપુ પર તડકામાં ચમકતાં ઘેટાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બધાં શાંતિથી પોતાની મસ્તીમાં ઘાસ ચાવતાં બ્ોઠાં હતાં. જે તરફ જુઓ કાં તો ઘેટા, ઢોળાવો, મેઇનલેન્ડના વ્યુ અન્ો વૃક્ષો નજરે પડતાં હતાં. થોડે સુધી પાકો રસ્તો ચાલ્યો. થોડી વારમાં કાચા રસ્તા પર ઢાળ ચઢવામાં વાતો સાથે એક અનોખી શાંતિ અનુભવી શકાતી હતી. 

Also read: નિવૃત્તિમાં કેટલું ધન જરૂરી….? 

અડધી સર્કિટમાં એક નાનકડું કાફે આવ્યું. ત્ો પહેલાં એક ઝાડના થડ પર ટી-પાર્ટીનું બોર્ડ લગાવેલું હતું. બીજી તરફ એક નાનકડું બોર્ડ એ પણ જણાવતું હતું કે પહેલો ટ્રાન્સ એટલાન્ટિક કેબલ ત્યાંથી પસાર થાય છે. ધીમે ધીમે કાફે અન્ો કિલ્લા સુધી પહોંચતાં પહેલાં અમે જ્યાં પણ બ્ોન્ચ કે રસપ્રદ વ્યુ દેખાયાં ત્યાં રોકાઈ જતાં. સવારનાં નીકળેલાં, દસ વાગ્યાંની ફેરી લીધી હતી, બપોરના સાડા બાર સુધીમાં અમે અડધો ટાપુ કવર કરી લીધો હતો. આ ટાપુ પર ૪૪૦ મિલિયન વર્ષો પહેલાંનાં ફોસિલ મળી આવ્યાં છે. ભૌગોલિક રીત્ો આ ટાપુ મેઇનલેન્ડ સ્કોટલેન્ડ કરતાં પણ વધુ પૌરાણિક છે. હજાર વર્ષ પહેલાં આ ટાપુ અન્ો આસપાસના બીજા ટાપુઓ પર વાઇકિંગ્સનો કબજો હતો. જોકે આજે ત્યાં વાઇકિંગનો કોઈ વારસો બચ્યો હોય ત્ોવું લાગતું નહોતું. 

ત્ો દિવસ્ો બપોર સુધી એવો તડકો હતો કે ટાપુના કહેવાતા મરીનાની બધી બોટ્સ બહાર નીકળી ચૂકી હતી.બીજી તરફ ફેરી દર અડધો કલાકે નવાં લોકો લાવતી હતી. એટલે અમારી સાથે આવેલાં બાકીનાં આઠ મુલાકાતીઓ ઉપરાંત હવે બીજાં પંદર-વીસ લોકો પહોંચી ગયેલાં. ઘણાં અમારા કરતાં ફાસ્ટ ચાલીન્ો ક્યાંય આગળ નીકળી ગયેલાં. 

Also read: ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!

ટાપુ પર પોતાની કોઈ લાઇફ હોય ત્ોવું લાગ્યું નહીં. અહીં રહેનારાં બોટથી કામ ચલાવી લેતાં હશે. વચ્ચે વચ્ચે ક્યાંક ઘરો દેખાઈ જતાં હતાં. જો કે આખી મોટી કોમ્યુનિટી બનાવી શકાય એટલાં નહીં. 

જ્યારે પણ આવી દુનિયાથી સાવ અલગ ખૂણામાં જાત્ો જ ન્ોટવર્ક બંધ રાખીન્ો આકાશ, ધરતી, દરિયા અન્ો કુદરતનો જ વિચાર બાકી રહે ત્યારે ત્ો ટ્રિપ ખરેખર વર્થ લાગવા માંડે. અહીં જરૂરથી વધુ ફોટા પાડ્યે રાખવાનું પણ નહોતું બન્યું. ટાપુ પર વાહનો તો હતાં. ઘણાં સાઇકલિસ્ટ, ક્વોડ ડ્રાઇવરો અન્ો ખેડૂતોનાં વાહનોનાં ટાયર માર્ક તો દેખાતાં હતાં પણ એક નાનો સ્ટ્રેચ બાદ કરતાં ક્યાંય પાકો રસ્તો ન હતો. 

Also read: કૉલ્ડ પ્રેસ કે રિફાઈન્ડ તેલ સ્વાસ્થ્ય માટે ક્યું ઉત્તમ?

હજી કાફે અન્ો કિલ્લો આવે ત્ો પહેલાં કિલ્લાના રસ્ત્ો લોકોની સંખ્યા અચાનક જ વધી ગઈ. જાણે સવારથી ફેરી પર આવેલાં બધાં માણસો અહીં ભેગાં થઈન્ો અટકી ગયા હોય ત્ોવું લાગતું હતું. માણસો વધી જતાં જાણે ઘેટા ગાયબ ગયેલાં. કિલ્લા માટે એક ટેકરીથી બીજી ટેકરી જવાનું હતું. અમે કૂચ આગળ ચાલુ રાખી.      

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button