Jharkhand માં સીએમના અંગત સલાહકારના નિવાસે આવકવેરાના દરોડા, રાજકારણ ગરમાયું
રાંચી: ઝારખંડમાં(Jharkhand)વિધાનસભા ચૂંટણી પૂર્વે રાંચીમાં સીએમ હેમંત સોરેનના અંગત સલાહકાર સુનીલ શ્રીવાસ્તવ અને અન્યના ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તેથી સીએમના અંગત સલાહકારના ઘર પર આવકવેરા વિભાગના દરોડા ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે. ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જ આવશે.
Also read: Alert: પશ્ચિમ રેલવેમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, 3 આરોપી પકડાયા
હાલમાં જ સીએમ સોરેને ભાજપ પર નિશાન સાધ્યું હતું
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને હાલમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે હિંમત હોય તો સામેથી લડો, કાયર
અંગ્રેજોની જેમ પાછળથી સતત હુમલા કેમ? ગુરુવારે ભાજપને પડકાર ફેંકતા તેમણે આ ચૂંટણીમાં સામેથી લડવાની સલાહ આપી હતી. તેમણે ભાજપની સરખામણી કાયર અંગ્રેજો સાથે પણ કરી હતી. તેણે કહ્યું હતું કે કાયર અંગ્રેજોની જેમ સતત પાછળથી હુમલા કેમ? ભાજપ પર નિશાન સાધતા હેમંત સોરેને સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ પણ શેર કરી હતી.
Also read: PM Modiએ મહારાષ્ટ્રમાં કર્યાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશઃ MVA પર કર્યા…
તેમણે સોશિયલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે સરકાર પોતાને ડબલ એન્જિન ગણાવતી રહી છે, કેમ કે 5 વર્ષમાં 13 હજાર સ્કૂલો બંધ કરી. શા માટે રેશન કાર્ડ રદ કરવામાં આવ્યું હતું અને પાંચ વર્ષમાં એક પણ JPSC પરીક્ષા લેવામાં આવી ન હતી?