ઓળખી લો, આવા છે આ વિક્રમવીર ડોનલ્ડ ‘ધ તોફાની’ ટ્રમ્પ….!
‘કભી કભી કુછ જીતને કે લિયે કુછ હારના પડતા હૈ…ઔર હાર કે ભી જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ…!’
આપણા શાહરુખ ખાનનો આ યાદગારડાયલોગ અજાણતા જ અમેરિકાના ડોનલ્ડ ટ્રમ્પે જાણે આત્મસાત કરી લીધો હોય તેમ અગાઉ હારીને પણ અનેકવિધ વિવાદ સાથે ઐતિહાસિક જીત મેળવીને આજે એ ફરી બીજી વાર અમેરિકાના પ્રેસિડન્ટ બની ગયા છે…!
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
યુક્રેન -રશિયા ઉપરાંત ઈઝરાયલ -ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે અને આ બધા વચ્ચે હમણાં અમેરિકામાં પણ ખેલાઈ ગયું એક મિની યુદ્ધ, જેણે દુનિયાના શ્ર્વાસ અધ્ધર કરી દીધા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદ માટેના એ જંગમાં મારફાડ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ ધરાર બેસી ગયા ત્યાંના રાષ્ટ્રપ્રમુખની ગાદીએ… એ સાથે કમલા હેરિસ વિરુદ્ધ રસાકસીભર્યો ચૂંટણીજંગ જીતનારા ટ્ર્મ્પના નામે અનેક જાત-ભાતના રેકોર્ડસ ને વિવાદ પણ નોંધાઈ ગયા છે, જેમકે..અમેરિકાની ચૂંટણીમાં એક વાર જીતીને -બીજી વાર હારીને ફરી સત્તા પર પરત થનારા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ રિપબ્લિકન પ્રમુખ છે..
આ અગાઉ છેક ૧૮૯૨માં આવું બન્યું હતું. ત્યારે ડેમોકેટિક પાર્ટીના ગ્રોવર ક્લેવલેન્ડ રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી બીજી ટર્મમાં હાર્યા ને ફરી વાર જીતીને પ્રેસિડન્ટ બન્યા.
ટ્રમ્પ વિશે જાણવા જેવો મજાનો યોગાનુયોગ એ છે કે બન્ને વાર રાષ્ટ્રપ્રમુખના પદ માટે લડનારી મહિલા ( હિલેરી ક્લિન્ટન – કમલા હેરિસ)ને એ પરાજિત કરીને પ્રેસિડન્ટ બન્યા છે.
ઉદ્ધત-મિજાજી અને ‘બેડ બોય’ તરીકે બદનામ એવા આ ટ્રમ્પ સામે અનેક કોર્ટ કેસ ચાલી રહ્યા છે. એક કેસમાં એ દોષી ઠર્યા છે- ત્રણથી વધુમાં તો એ મુખ્ય આરોપી પણ છે. એક કેસ તો એવો છે, જેમાં એક પોર્નસ્ટાર સાથે સમય ગાળવાની ‘ફી’ ચૂકવી હતી એને એ પેમેન્ટ માટે એમણે કેટલા હિસાબી ગોટાળા પણ કર્યા હતા!
આમ છતાં, અમેરિકાના કાયદા નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ હવે રાષ્ટ્રપ્રમુખ બન્યા છે એટલે કદાચ એમની વિરુદ્ધના કેસ નબળા પડે અથવા જો સજા થાય તો એનો અમલ એમનો કાર્યકાળ સમાપ્ત થયા પછી થઈ શકે. એવું પણ થઈ શકે કે સત્તાની લોન્ડ્રીમાં એમનાં બધાં પાપ ધોવાઈ પણ જાય!
૭૮ વર્ષી ટ્રમ્પ અમેરિકાના સૌથી વયોવૃદ્ધ એવા રાષ્ટ્રપ્રમુખ બનશે, જેમની પર સત્તા પર હતા ત્યારે એમણે બે વાર ઈમ્પિચમેન્ટ -મહાભિયોગનો સામનો કરવો પડ્યો અને હમણાં ચૂંટણીપ્રચાર દરમિયાન બે વાર ખૂની હુમલા પણ થયા છે.
હજુ એક મજાની વાત તો ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની મેલાનિયા વિશે છે. ત્રીજી વારની આ પત્ની મેલેનિયાને આ બીજી વાર ‘ફર્સ્ટ લેડી ઓફ અમેરિકા’ બનવાનું બહુમાન મળશે!
આવા અવનવા વિક્રમ અને અનેક જાતના વાદ-વિવાદના અવરોધો હોવા છતાં સો વાતની એક વાત એ કે આવા તોફાની ટ્રમ્પ ફરી એક વાર વિશ્ર્વની મહાસત્તાના સર્વોચ્ચ સ્થાને બિરાજીને આગામી ચાર વર્ષ સુધી ઠાઠમાઠથી રાજ કરશે ને પોતાના મનસ્વી સ્વભાવથી જગત આખાને ઉજાગરા પણ કરાવશે..!
Also read: ભાત ભાત કે લોગ : બ્રુસ બન્યો બ્રેન્ડા ને બ્રેન્ડા બની ડેવિડ, પણ આખરે તો…
કેટલામાં પડશે અમેરિકાને આ નવા રાષ્ટ્રપ્રમુખ?
વેલ, આપણા વિધાનસભ્યો કે સાંસદના જે રીતે સમયાંતરે પગાર-ભથ્થા-સુવિધા વધે છે એવું અમેરિકામાં નથી. અમેરિકન પ્રેસિડેન્ટની સેલેરી કે વેતનમાં છેલ્લાં બે દાયકામાં કોઈ ખાસ વધારો થયો નથી,પણ એમનું વેતન અને અન્ય સુવિધા, ઈત્યાદિ ખરા અર્થમાં આપણા રાષ્ટ્રપતિ – વડા પ્રધાનની સરખામણીએ અજાયબીથી આંખ પહોળી થઈ જાય એવી તગડી હોય છે.
અમેરિકાના પ્રેસિડન્ટને દર વર્ષે ચાર લાખ ડૉલર સેલેરી પેટે મળે છે. આપણા ૩.૩૬ કરોડ રૂપિયા વેતનની સાથે એમને વાર્ષિક ૫૦ હજાર ડૉલર (આશરે ૪૨ લાખ રૂપિયા) સત્તાવાર કામ માટે મળે છે. આ બધા ઉપરાંત એમની સુરક્ષા-હેલ્થ- મનોરંજન, વગેરે ખર્ચ માટે ખાસ્સી એવી અલગ રકમ પણ ફાળવવામાં આવે છે. દેશ -વિદેશના પ્રવાસ માટે દુનિયાનું સૌથી સુરક્ષિત વિમાન એરફોર્સ ‘વન’ની સેવા પણ હાજરાહજૂર હોય છે. ત્યાંના રાષ્ટ્ર પ્રમુખની સેલેરીની રકમ ભૂલી જાવ તો પણ એમને -એમના પરિવારને મળતી સુવિધાનો ખર્ચ પણ લાખો ડૉલરનો છે…
Also read: ક્લોઝ અપ: સર્વોચ્ચ નોબેલ પારિતોષિક મેળવવું કેટલું કઠિન છે?
આ ‘પોટસ’ – ‘ફ્લોટસ’ ને ડોટ્સ’ વળી શું છે ?
કુદરત હોય કે માનવ, જીવનમાં એક જ વાત-વસ્તુ પર્માનેન્ટ એટલે કે સ્થાઈ છે અને એ છે પરિવર્તન. સતત થતો બદલાવ એ જ જીવનનું સનાતન સત્ય છે. બદલાતા- પલટાતા જીવનમાં નવી વાત જાણવા-શીખવા મળે એની સાથે નવાં નવાં શબ્દ પણ આપણી રોજિંદી ભાષામાં ઉમેરાય જતાં હોય છે.
કપરા કોરોનાકાળમાં અનેક નવા શબ્દ આપણી રોજિંદી ભાષામાં ધરાર ઘૂસી ગયા, જેમકે વાઈરસ- માસ્ક- કવોરન્ટાઈન- વેક્સિન-સોશિયલ ડિસ્ટન્સિંગ, ઈત્યાદિ અને એના પગલે આપણને જાણવા મળ્યા ડિજિટલ-ઓનલાઈન ટ્રાન્ઝેકશન – ક્રિપ્ટો કરન્સી જેવાં વર્ચ્યુલ-આભાસી મની અને એના પગલે આપણને આજે સાંભળવાં-વાંચવાં મળે છે- સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ!
આજકાલ સૌથી વધુ ચર્ચામાં છે એવા અમેરિકન ‘ડોન’ અર્થાત ડોનાલ્ડ ટ્રમ્પ. હવે બીજી વાર એમની મહિલા પ્રતિસ્પર્ધીને પરાજિત કરીને સત્તાવાર ‘સત્તા’ મેળવીને ટૂંક સમયમાં અમેરિકાના પ્રેસિડન્ટ બની જશે અને ફરી એક વાર અમુક શબ્દો કાને પડવા શરુ થઈ જશે, જેમકે ઙઘઝઞજ – ઋકઘઞઝજ – ઉઘઝજ
આ ટૂંકાક્ષરના અર્થ સમજીએ : ઙઘઝજ એટલે
પ્રેસિડન્ટ ઓફ ધ યુનાઈટેડ ’.. ઋકઘઞઝજ એટલે ફર્સ્ટ લેડી ઓફ ધ યુનાઈટેડ સ્ટેટ્સ’
આમ તો આવા ટૂંકાક્ષરી શબ્દોની શરૂઆત અમેરિકામાં છેક ૧૮૮૩થી થઈ હતી ત્યાંની સિક્રેટ સર્વિસને લીધે. એ લોકો આ શબ્દ કોડવર્ડ તરીકે વાપરતા હતા, પણ પછીથી એ વધુ પ્રચલિત થયા હોલીવૂડની ફિલ્મ્સને લીધે.
છેલ્લાં ચાર વર્ષથી એક નવો શબ્દ પણ ઉમેરાયો હતો. એ હતો કઘઝઞજ. આ ‘લોટ્સ’ એટલે આપણી ભાષામાં ‘કમળ’ ને એ ‘કમળ’ શબ્દ ઉમેરાયો હતો અત્યાર સુધી ત્યાંના વાઈસ પ્રેસિડન્ટ રહ્યાં એવાં મૂળ ભારતીય વંશજ ગણાતા કમલા હેરિસના કારણે. હવે તો એ શબ્દ ત્યાં જલ્દી વિસરાઈ જશે, કારણ કે પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસ હારી ગયાં છે.
Also read: મસ્તરામની મસ્તી: પૂલનું પાણીદાર માર્કેટિંગ…
આવો જ એક બીજો શબ્દ છે ઉઘઝઞજ એટલે કે ‘ડોગ્સ ઓફ યુનાઈટેડ સ્ટેટ્સ’ ! હાલના પ્રેસિડન્ટ જો બાઈડનના બે શ્વાન ‘ચેમ્પ’ અને ‘મેજર’ એમની સાથે વ્હાઈટ હાઉસમાં રહે છે અને એ બન્ને બહુ ભારાડી છે. અત્યાર સુધીમાં આ બન્ને વ્હાઈટ હાઉસના સુરક્ષા કર્મચારીઓને ૧૪ વાર કરડી ચૂક્યા છે ! જોકે, બાઈડનની સાથે એ બન્ને પણ ત્યાંથી વિદાય થઈ જશે અને એ સાથે ઉઘઝઞજ શબ્દ પણ ભૂલાઈ જશે… કારણ કે હવે બ્રેકિંગ ન્યૂઝ એ છે કે નવા પ્રેસિડન્ટ ટ્રમ્પને કૂતરાં -બિલાડાં દીઠે નથી ગમતાં એટલે અગાઉની જેમ આ ચાર પગવાળાઓને પણ હવેથી વ્હાઈટ હાઉસમાં ‘નો એન્ટ્રી ’!