અમદાવાદમાં વાડજ થી Gandhi Ashram સુધીનો રસ્તો આજથી કાયમ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ
અમદાવાદ : અમદાવાદ શહેરનો ગાંધી આશ્રમ રોડ સાબરમતી ગાંધી આશ્રમ(Gandhi Ashram)રિડેવલપમેન્ટના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. સુભાષબ્રિજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા બત્રીસી ભવનથી શરૂ કરી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજે 800 મીટરનો બંને તરફનો રોડ શનિવારે રાત્રે 12 વાગ્યાથી વાહન વ્યવહાર માટે કાયમ માટે બંધ કરવામાં આવશે. 54 વર્ષ પહેલા આ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો.
Also read: ગુજરાત સરકારે જૂની પેન્શન યોજનાને લઈ કરી મોટી જાહેરાતઃ 60,000થી વધુ કર્મચારીને થશે ફાયદો
ગાંધી આશ્રમને 55 એકરમાં પુનઃ સ્થાપિત કરાશે
મહાત્મા ગાંધીની કર્મભૂમિ અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે મહાત્મા ગાંધી દ્વારા વસાવવામાં આવેલો આશ્રમ જે ગાંધી આશ્રમ તરીકે ખ્યાતિ પામ્યો છે. જેનું અત્યારે રિડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ એક સમયે આશ્રમ 120 એકરમાં પથરાયેલો હતો તે સંકુચિત થઈને હાલમાં માત્ર પાંચ એકરમાં છે. ત્યારે આ માસ્ટર પ્લાન દ્વારા ગાંધી આશ્રમને 55 એકરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે. હવે આ પ્રોજેક્ટને લઈને અમદાવાદમાં સતત અવરજવરથી બીઝી રહેતા અને આશ્રમ રોડથી જોડાતા ગાંધી આશ્રમ રોડને બંધ કરવામાં આવશે. બુધવાર મધરાત્રીથી જ આ રોડ સામાન્ય લોકોની અવરજવર માટે બંધ રહેશે.
Also read: ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી, છતા લોકો ફ્રોડનો ભોગ બને છે. રાજકોટનો ચોંકાવનારો કિસ્સો
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ
ગાંધી આશ્રમના નવીનીકરણ મામલે ટ્રાફિક પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે પ્રમાણે 9મી નવેમ્બર 2024ના રાતના 12 કલાકથી રૂટ બંધ કરવામાં આવશે. સુભાષબ્રિજથી મહાત્મા ગાંધી આશ્રમ રોડ બંધ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ રાણીપ તરફ જઈ શકશે, અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ બ્રિજથી ડાબી તરફ પલક ટી સ્ટોલ તરફ જઈ શકશે.