મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ છ ઘરમાં આગચંપી અને ગ્રામીણો પર હુમલો…
ઇમ્ફાલઃ મણિપુરના વંશીય સંઘર્ષગ્રસ્ત મણિપુરના જીરીબામ જિલ્લામાં સશસ્ત્ર ઉગ્રવાદીઓના એક જૂથે ઓછામાં ઓછા છ ઘરને આગ ચાંપવામાં આવી હતી તેમ જ આદિવાસી ગામના રહેવાસીઓ પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં બે સ્થળોએ ગોળીબાર, કુકી ઉગ્રવાદીઓએ કર્યો ડ્રોન વડે હુમલો કર્યો
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ગુરુવારે સાંજે જૈરોન હમાર ગામમાં બની હતી, જ્યારે ઉગ્રવાદીઓના એક જૂથે ઘરોને આગ ચાંપી હતી.
તેમણે જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે હુમલા દરમિયાન ઘણા ગ્રામીણો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. તેમણે નજીકના જંગલમાં આશરો લીધો હતો. આગને કારણે ઓછામાં ઓછા છ મકાનોને ભયંકર નુકસાન થયું હતું. આ મામલાની તપાસ ચાલી રહી છે. કુકી-જો સંગઠને દાવો કર્યો હતો કે હુમલા દરમિયાન ગામની એક મહિલાનું મૃત્યુ થયું હતું, પરંતુ જિલ્લા પોલીસે મૃત્યુના અહેવાલની પુષ્ટિ કરી નથી.
નોંધનીય છે કે મણિપુર ગયા વર્ષના મે મહિનાથી વંશીય હિંસાથી સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે. મેઇતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિ(એસટી) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યા બાદ ૩ મેના રોજ હિંસા ફાટી નીકળી હતી.
આ પણ વાંચો : અયોધ્યાથી વૃંદાવન જતી ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ કન્ટેનર સાથે અથડાઈ, ત્રણનાં મોત
મણિપુરની વસ્તીના લગભગ ૫૩ ટકા મેઇતેઇ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. જ્યારે નાગા અને કુકી આદિવાસીઓ ૪૦ ટકા છે અને મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.