“વિરપુરમાં દિવાળી” જલારામ બાપાની 225મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી
!["Diwali in Virpur" Jalaram Bapa's 225th birth anniversary celebrated with pomp](/wp-content/uploads/2024/11/jalaram-bapa.webp)
વિરપુર: સૌરાષ્ટ્રની સંત પરંપરામાં સૌથી શિરમોર જગ્યા સમાન વિરપુરમાં આજે જલારામ બાપાની 225મી જન્મજયંતીની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વિરપુરની જગ્યા‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ના સૂત્ર સાથે જેનું નામ જોડાયેલ છે. કારતક સુદ સાતમના દિવસે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આજે માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહિ પણ દેશ વિદેશથી વિરપુર ખાતે ભક્તો જલારામ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આજ વહેલી સવારથી જ બાપાના દર્શન કરવા ભક્તોની લાગી લાંબી કતારો લાગી હતી.
જલારામ બાપાની જન્મજયંતીને લઈને વીરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિરપુરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. વિરપુરમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને સાથે સાથે ગામના ઘરે ઘરે જલારામ બાપાની રંગોળીઓ બનાવવામાં આવી હતી. જલારામ જયંતિ નિમિત્તે વિરપુર પગપાળા અને સાયકલ દ્વારા અનેક સંઘો પહોંચ્યા હતા.
આ પણ વાંચો :Jalaram Jayanti 2024: વીરપુરમાં ઉજવવામાં આવી રહી છે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ, જાણો મહત્વ
આજે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. આજે જલારામ બાપાની જન્મ જ્યંતીને લઈને વીરપુરમાં ભાવિક ભક્તોનો માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભાવિક ભક્તોની ભીડથી હૈયે હૈયું દળાયું હતું. બાપાની 225મી જન્મ જ્યંતીની નિમિતે 225 કિલોની કેક કાપીને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરાવાનું આયોજન કરવામાં આવ્યું હતું.