ગુજરાત સરકારે જૂની પેન્શન યોજનાને લઈ કરી મોટી જાહેરાતઃ 60,000થી વધુ કર્મચારીને થશે ફાયદો
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના 60,245 કર્મચારીઓને દિવાળી બાદ મોટી ભેટ આપી છે. સરકારે ઓલ્ડ પેંશન સ્કીમને (OPS) લઈને મોટી જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 60,245 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે દિવાળી બાદ નવા વર્ષમાં રાજ્યના 60,245 કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા નોકરીએ લાગેલા તમામ કમર્ચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત સરકારના નાણાં વિભાગે પરિપત્ર જાહેર કરીને કરી છે.
આપણ વાંચો: શિયાળુ પાકોની વાવણી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેરી કરી એડવાઈઝરી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 1/4/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયની માહિતી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી. આજે નાણા વિભાગ દ્વારા આ અંગે ઠરાવ પણ કરવામાં આવ્યો છે.