Vav Assembly: વાવ હંમેશા મારો ગઢ છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશેઃ ગેનીબેન ઠાકોર…
Vav Assembly By Poll: ગુજરાતમાં 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. હાલ આ બેઠક પર પ્રચાર વેગીલો બની રહ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકારે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું, વાવ હંમેશા મારો ગઢ રહ્યો છે. આ વિસ્તાર કૌટુંબિક અને પરિવાર છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશે. 2022 માં ચૌધરી સમાજે 90 થી 100 ટકા વોટ ભાજપને આપ્યા હતા. આ વખતે કોને વોટ આપશે એ એમનો વિષય છે.
આ પણ વાંચો : વાવનું ખેતર ગુલાબભાઈને ત્રણ વર્ષ માટે આપ્યું છેઃ ગેનીબેનના નિવેદનથી કોંગ્રેસના નેતાઓ ચોંક્યા
અમે આ સીટ સાચવી રાખીશું, ઠાકોર સમાજ અમારી સાથે જ છે.
અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને આડેહાથ લેતાં કહ્યું, ગૃહ મંત્રી વાવ વિધાનસભાના પ્રચારમાં વ્યસ્ત છે. જો એમનું વહીવટી તંત્ર અને પોલીસ ત્યાં હોત તો આવી ઘટના ના બને. એમને ચૂંટણીમાં રસ છે એમને બેન દીકરીનું રક્ષણ કે કાયદો વ્યવસ્થા જાળવવામાં રસ નથી. અન્ય રાજ્યમાં ઘટના બને ત્યારે અહીં રેલીઓ નીકળતી હોય છે. ગૃહ મંત્રીને વિનંતી કરું છું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને જે ગુનેગાર છે તેને બંધારણમાં રહી કડક સજા થાય.
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહે દાવો કર્યો કે, માવજીભાઈથી ભાજપને નુકસાન થશે. જ્યારે આજે અપક્ષ ઉમેદવાર માવજીભાઈએ ચૌધરી સમાજ તેમની સાથે હોવાનો દાવો કરી કહ્યું, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સેટિંગ થતું હતું.
આ પણ વાંચો : વાવ પેટા ચૂંટણીઃ અપક્ષ ઉમેદવારે કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધાર્યું…
ગુરુવારે વાવમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા મેઘવંશી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સૂચન નિવેદન કરતા ગેનીબેન કહ્યું હતું કે, વાવનું આ ખેતર ગુલાબસિંહને કાયમ માટે લખી આપ્યું નથી. ત્રણ વર્ષ માટે ગીરો આપ્યું છે. તેમણે ગુલાબસિંહને પણ કહ્યું હતું કે, ત્રણ વર્ષ પછી જ્યાં જવું હોય ત્યાં જજો પછી રેવા દેવું હોય તો રેવા દેજો. ત્રણ વર્ષ પછી ખેતર છૂટું કરી દઈશું પછી આપણામાંથી કોઈક નવું નેતૃત્વ કરશે.ગેનીબેનના આ નિવેદનથી કોંગ્રેસના નેતાઓ એકબીજાની સામે જોવા માંડ્યા હતાં.
આ ઉપરાંત તેમણે કહ્યું, આપણે કોઈ મોબાઈલની દુકાને રિચાર્જ કરાવવા માટે જઈએ ત્યારે પૂછીએ કે રિચાર્જની વેલિડિટી કેટલી છે. તો તેઓ કહે બે મહિના…ત્રણ મહિના…બે વર્ષ…ત્રણ વર્ષ… તો આપણને ત્રણ વર્ષ માટે રિચાર્જ કરી આપો.
ગુલાબસિંહનું રિચાર્જ ત્રણ વર્ષ માટે કર્યું છે. વેલિડિટી પૂર્ણ થયા પછી કંઈ નક્કી નહીં. જો બરોબર ચાલશે તો બરોબર છે, નહીતર આગળ કંઈ થશે નહીં.
આ પણ વાંચો : Banaskantha: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ‘પાઘડી’ કોની સચવાશે…!
વાવ પેટા ચૂંટણી માટે ભાજપે સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપમાંથી બળવો કરી ચૌધરી સમાજના આગેવાન માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરતા હવે જંગ ત્રિપાંખિયો બન્યો છે.