રાહુલ ગાંધી કે તેમના વંશજો કલમ 370 ને પુન:સ્થાપિત કરી શકશે નહીં: અમિત શાહ…
સાંગલી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે તેમની ચોથી પેઢી જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 પાછી લાવી શકશે નહીં, એમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે મહારાષ્ટ્રના સાંગલીમાં એક ચૂંટણી રેલીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : Assembly Election: રાજકીય પક્ષોએ રાજવી પરિવારોના સભ્યો પર લગાવ્યો દાવ, જાણો કોણ કોની સામે?
જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ બુધવારે રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 પુન:સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંવાદની માગણી કરતો ઠરાવ મંજૂર કર્યો હતો. રાજકીય પક્ષો દ્વારા આ પગલાંને આવકારવામાં આવ્યો હતો જ્યારે મુખ્ય વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
‘છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પરથી, હું તમને રાહુલ બાબા કહું છું કે તમે અથવા તમારી ચોથી પેઢી કલમ 370 પુન:સ્થાપિત કરી શકશે નહીં. દેશનું દરેક બાળક કાશ્મીર માટે લડવા માટે તૈયાર છે,’ એમ ભાજપના વરિષ્ઠ નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું.
‘જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય લીધો, ત્યારે હું બિલ (સંસદમાં) લાવ્યો હતો, પરંતુ રાહુલ ગાંધી, શરદ પવાર, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને સ્ટાલિને આ પગલાનો વિરોધ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે કલમ 370 દૂર કરશો નહીં કારણ કે તે કરશો તો ખીણમાં રક્તપાત થશેે, લોહીની નદીઓ ભૂલી જાઓ, કોઈએ પથ્થર ફેંકવાની હિંમત ન કરી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગુજરાતની સફેદ ડુંગળીની એન્ટ્રી, જયરામ રમેશે ઉઠાવ્યો સવાલ
સોનિયા ગાંધી અને મનમોહન સિંહની યુપીએ સરકાર દરમિયાન, આતંકવાદી હુમલાઓ વારંવાર થતા હતા, પરંતુ મોદી પીએમ બન્યા પછી, ઉરી અને પુલવામાની ઘટનાઓ સર્જિકલ સ્ટ્રાઇક્સ તરફ દોરી ગઈ જેણે પાકિસ્તાનમાં આતંકવાદીઓનો સફાયો કર્યો, એમ શાહે કહ્યું હતું. (એજન્સી)