નેશનલ

હિમાચલ પ્રદેશમાં સમોસા કાંડ પર સીએમ સુખવિંદર સિંહે શું કરી સ્પષ્ટતા?

Himachal Pradesh News: આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હાલ સમોસા ચર્ચામાં છે. સમોસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા આ સવાલનો જવાબ જાણવા માટે તપાસ કમિટી બનાવવામાં આવી છે.

આ મામલે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, હું તો સમોસા ખાતો નથી, મને ખબર પણ નથી કે ક્યાંથી આવ્યા છે… આમ કહી તેમણે ભાજપ પર પલટવાર કર્યો છે.

શું બોલ્યા હિમાચલના સીએમ

હિમાચલમાં સમોસા કાંડ પર સીએમ સુખવિંદર સિંહે કહ્યું, ભાજપ બાલીશ હરકત કરી રહ્યું છે. મને ખબર પણ નથી કે સમોસા ક્યાંથી આવ્યા. હું સમોસા ખાતો નથી. જ્યાં સુધી આર્થિક પરિસ્થિતિની વાત છે તો હિમાચલ પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં એક સાથે 3 મહિનાનો પગાર આપવામાં આવે છે.

આપણ વાંચો: હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસે તમામ કમિટીનું વિસર્જન કર્યું, આ કારણે લીધો નિર્ણય

પીએમ મોદી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, ગાંધી પરિવારે હંમેશા દેશ માટે કામ કર્યું છે. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી દેશ માટે શહીદ થયા. પીએમ માત્ર ગાંધી પરિવાર પર હુમલા કરવાનું કામ કરે છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે સમોસા વિવાદ પર સ્પષ્ટતા આપતાં કહ્યું, આ મામલે કોઈ સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા નથી. મુખ્યમંત્રી પોલીસ હેડક્વાર્ટરમાં સીઆઈડીના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. તેઓ સ્વાસ્થ્યના કારણોસર બહારનું જમતા નથી.

સીઆઈડીએ તેના સ્તરે ખાદ્ય સામગ્રી અંગે આંતરિત તપાસ કરી છે. સરકારે કોઈ સીઆઈડી તપાસ શરૂ કરી નથી. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, કોઈપણ રાજ્યની છબી ન ખરાબ કરો. વિપક્ષ અન્ય રાજ્યોમાં થનારી ચૂંટણી અને હિમાચલમાં પોતાની આંતરિક સત્તાની લડાઈના કારણે આ મુદ્દો ઉછાળી રહ્યા છે.

આપણ વાંચો: Kangana Ranautની મુશ્કેલીમાં વધારો, હિમાચલ પ્રદેશ વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ પસાર…

શું છે સમગ્ર મામલો

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ 21 ઓક્બરો સીઆઈડી હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા. .અહીં તેમના માટે ત્રણ બોક્સમાં સમોસા અને કેક મંગાવાયા હતા. પરંતુ આ ફૂડ આઈટમ સીએમને પીરસવાના બદલે સુરક્ષાકર્મીઓને સર્વ કરવામાં આવી હતી. જે બાદ આ સમગ્ર મામલે સીઆઈડી તપાસ સોંપવામાં આવી હતી.

સીઆઈડી તપાસમાં એવું સામે આવ્યું કે, કોઈની ભૂલના કારણે મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલા સમોસા અને કેક સીએમના સ્ટાફને પીરસવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટ પર એક સીનિયર અધિકારીએ લખ્યું, આ કૃત્ય સરકાર અને સીઆઈડી વિરોધી છે.

સમોસા વિવાદ પર ડીજી સીઆઈડી સંજીવ રંજને કહ્યું, મુખ્યમંત્રી અમારા એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. જ્યારે કાર્યક્રમ ખતમ થયો ત્યારે અધિકારી બેસીને ચા પીતા હતા અને કોઈએ પૂછ્યું સામાન લાવ્યા હતા તેનું શું થયું, તેની તપાસ કરો. બસ આટલું જ હતું. તેમણે કહ્યું, આ સીઆઈડીનો આંતરિક મામલો છે. જે ખુબ દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે, તેના પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button